Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશને માનવતા મહેકી:US જતા કતારગામના તબીબની ₹7 લાખના ડૉલર અને પાસપોર્ટ ભરેલી બેગ ટ્રેન પકડવાની ઉતાવળમાં છૂટી ગઈ; કુલીની ઈમાનદારીથી મૂળ માલિકને પરત મળી

    2 days ago

    સુરત રેલવે સ્ટેશન પર પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અમેરિકા જવા માટે મુંબઈની ફ્લાઇટ પકડવા નીકળેલા કતારગામના તબીબ પોતાની ₹7 લાખના ડૉલર અને પાસપોર્ટ ભરેલી મહત્ત્વપૂર્ણ બેગ સુરત રેલવે સ્ટેશને ભૂલી ગયા હતા. ટ્રેન વાપી પહોંચ્યા બાદ બેગ ગાયબ હોવાનો અહેસાસ થતાં તબીબના હોશ ઊડી ગયા હતા. જોકે, પ્લેટફોર્મ પર ફરજ બજાવતા કુલીની સતર્કતા અને પ્રામાણિકતાને કારણે સમગ્ર સામાન ક્ષેમકુશળ પરત મળી જતાં તબીબે રાહતનો શ્વાસ લીધો હતો. પ્લેટફોર્મ પર દોડધામ વચ્ચે બેગ છૂટી ગઈ, વાપી પહોંચતાં પગ નીચેથી જમીન સરકી મળતી વિગતો અનુસાર, કતારગામ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડૉ. હરેશ વઘાસિયાને યુએસએની ફ્લાઈટ પકડવા મુંબઈ જવાનું હતું. તેઓ ટ્રેન પકડવા માટે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેન પકડવાની અફરાતફરી અને દોડધામ વચ્ચે તેઓ પોતાની એક અતિ મહત્ત્વપૂર્ણ બેગ પ્લેટફોર્મ પર જ ભૂલી ગયા અને ટ્રેનમાં સવાર થઈ ગયા. આ બેગમાં અમેરિકા પ્રવાસ માટે અનિવાર્ય એવા અસલ પાસપોર્ટ, વિઝા પેપર્સ તેમજ અંદાજે ₹6 થી ₹7 લાખના યુએસ ડૉલર રોકડા હતા. ટ્રેન જ્યારે વાપી પહોંચી ત્યારે ડૉક્ટરને સામાનમાંથી આ બેગ ગાયબ હોવાનો અહેસાસ થયો હતો. વિદેશ પ્રવાસ રદ થવાની સાથે લાખો રૂપિયા અને દસ્તાવેજો ગુમાવવાની ચિંતામાં તેઓ ભાંગી પડ્યા હતા. બેગ પર લાગેલા ટેગથી સંપર્ક કર્યો, સુરતમાં પરિચિતને બોલાવી સોંપી બીજી તરફ, પ્લેટફોર્મ નંબર 2 પર લાવારિસ હાલતમાં પડેલી આ બેગ સાથી કુલીના ધ્યાને આવતાં તેમણે તાત્કાલિક કુલી સહાયક મનીષ વણઝારાને સોંપી હતી. મનીષભાઈએ કોઈ પણ જાતની લાલચ રાખ્યા વગર બેગની ચકાસણી કરતાં તેના પર લગાવેલા લગેજ ટેગમાંથી એક મોબાઈલ નંબર મળી આવ્યો હતો. તેમણે તરત જ તે નંબર પર કોલ કર્યો, જે હાંફળા-ફાંફળા થયેલા ડૉ. હરેશ વઘાસિયાનો જ હતો. ડૉક્ટરે સુરતમાં રહેતા પોતાના વિશ્વાસુ પરિચિતને રેલવે સ્ટેશન મોકલ્યા હતા. મનીષ વણઝારાએ ઓળખની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ તમામ ડૉલર, પાસપોર્ટ અને દસ્તાવેજો મૂળ માલિકના પ્રતિનિધિને સુરક્ષિત સોંપી દીધા હતા. લાલ શર્ટની પ્રતિષ્ઠા અને મુસાફરોના ભરોસાને આંચ ન આવવી જોઈએ: મનીષ વણઝારા (કુલી) દેશભરના રેલવે સ્ટેશનો પર મુસાફરો આંખો મીંચીને કુલીના લાલ શર્ટ પર અતૂટ ભરોસો રાખતા હોય છે અને લાખોનો સામાન સોંપતા હોય છે. મારા માટે આ લાલ શર્ટની પ્રતિષ્ઠા અને પ્રવાસીઓનો ભરોસો જ સૌથી મોટી મૂડી છે. એ વિશ્વાસને ક્યારેય ડાઘ ન લાગવો જોઈએ, બસ એ જ સંસ્કાર અને ફરજ સમજીને મેં બેગ મૂળ માલિક સુધી પહોંચાડી છે.
    Click here to Read More
    Previous Article
    ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી:પાટણ પંથકના એક ગામમાં મધ્યરાત્રીએ છરી બતાવી કૃત્ય આચર્યું, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    વેરાવળ GIDCમાં સફાઈ અભિયાન: 500 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત:સિમેન્ટ ઉદ્યોગમાં નિકાલ કરાશે, GPCB, VIA અને નગરપાલિકાની સંયુક્ત પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment