Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ GIDCમાં સફાઈ અભિયાન: 500 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત:સિમેન્ટ ઉદ્યોગમાં નિકાલ કરાશે, GPCB, VIA અને નગરપાલિકાની સંયુક્ત પહેલ

    2 days ago

    ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા વેરાવળના GIDC વિસ્તારમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનનાં 25 વર્ષની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન (VIA), વેરાવળ-સોમનાથ નગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં 500 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લેવાયો હતો. GIDC વિસ્તારમાં આવેલી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, પેકિંગ એકમો અને નાની-મોટી ચાની દુકાનો સહિતના વ્યવસાયિક સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ થતો હોવાની સ્થિતિ વચ્ચે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતાના શપથ લીધા બાદ પ્રતીકાત્મક સફાઈ કરી હતી. સાથે જ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે જ્યુટ અને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જૂનાગઢ રીજનલ ઓફિસરે જણાવ્યું હતું કે, એકત્રિત કરાયેલા 500 કિલોથી વધુ પ્લાસ્ટિકને કમ્પોસ્ટેબલ કોથળીઓમાં ભેગું કરવામાં આવ્યું છે. નગરપાલિકાના વાહન મારફતે આ કચરો નગરપાલિકાએ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ એકત્રિત પ્લાસ્ટિકને અલગ તારવી સિમેન્ટ ઉદ્યોગમાં કો-પ્રોસેસિંગ માટે મોકલવામાં આવશે. ઊંચા તાપમાને થતી પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિકનો સુરક્ષિત નિકાલ કરી તેમાંથી નીકળતા હાનિકારક વાયુઓની અસર ઘટાડવાનો પ્રયાસ કરાશે. આ પ્રક્રિયાથી પર્યાવરણ અને માનવ આરોગ્યને થતા નુકસાનને નિયંત્રિત કરવામાં મદદ મળશે. વેરાવળ-સોમનાથ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલે જણાવ્યું હતું કે, સફાઈ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી સ્વચ્છતા જાળવે તે જરૂરી છે. ઘરેથી ખરીદી માટે નીકળતી વખતે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવાની તેમણે અપીલ કરી હતી. વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના ચેરમેન ઇસ્માઇલભાઈ મોઠિયાએ જણાવ્યું હતું કે, વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓના સહયોગથી GIDCમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અને પ્રદૂષણ ઘટાડવા કાપડની થેલીઓ અપનાવવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી. ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી પણ એટલી જ જરૂરી છે ત્યારે વેરાવળ GIDCમાં યોજાયેલું આ અભિયાન સ્વચ્છતા અને પ્લાસ્ટિકમુક્ત પરિસર તરફનું પ્રતીકાત્મક પગલું બન્યું છે. જોકે, આ અભિયાનની સાચી સફળતા એક દિવસની સફાઈ કરતાં સતત સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો લાવવા પર નિર્ભર રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે સ્ટેશને માનવતા મહેકી:US જતા કતારગામના તબીબની ₹7 લાખના ડૉલર અને પાસપોર્ટ ભરેલી બેગ ટ્રેન પકડવાની ઉતાવળમાં છૂટી ગઈ; કુલીની ઈમાનદારીથી મૂળ માલિકને પરત મળી
    Next Article
    સુરેન્દ્રનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ યોજાયો:ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓને મળ્યું ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનું મોટું પ્લેટફોર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment