Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ યોજાયો:ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓને મળ્યું ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનું મોટું પ્લેટફોર્મ

    2 days ago

    સુરેન્દ્રનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ યોજાયો છે. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ ઘરેથી નાના પાયે વ્યવસાય કરતી મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. તેમને હસ્તકલા, આર્ટ-ક્રાફ્ટ અને ઘરગથ્થુ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓ માટે ગ્રાહકો સુધી પહોંચવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ ફેસ્ટિવલ તેમને પોતાના ઉત્પાદનો રજૂ કરવાની અને નવા ગ્રાહકો સાથે જોડાવાની તક આપે છે. મુલાકાતીઓ તરફથી ઉત્પાદનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેસ્ટિવલમાં મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. તેમને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરાયા છે. લોકોને આ ફેસ્ટિવલની મુલાકાત લઈ મહિલાઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા અપીલ કરાઈ છે. આ ફેસ્ટિવલ 10 ઓક્ટોબર સુધી મંગલ ભવન, ડી-માર્ટ સામે, વઢવાણ રોડ, સુરેન્દ્રનગરમાં ચાલશે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ GIDCમાં સફાઈ અભિયાન: 500 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત:સિમેન્ટ ઉદ્યોગમાં નિકાલ કરાશે, GPCB, VIA અને નગરપાલિકાની સંયુક્ત પહેલ
    Next Article
    પત્ની અને 2 સંતાન છતાં યુવકના બીજી યુવતી સાથે લગ્ન:ભાંડો ફૂટતા પરિણીતાને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી અને શારિરીક શોષણ કર્યું, વાડજમાં યુવક સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment