Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની અને 2 સંતાન છતાં યુવકના બીજી યુવતી સાથે લગ્ન:ભાંડો ફૂટતા પરિણીતાને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી અને શારિરીક શોષણ કર્યું, વાડજમાં યુવક સામે ફરિયાદ

    2 days ago

    વાડજ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતે પરિણીત અને 2 સંતાનનો પિતા હોવાની વાત છુપાવીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી શારીરિક શોષણ કર્યું હતું. લગ્નના થોડા સમય બાદ શખસની હકીકત સામે આવતા યુવતીને ઘરમાં ગોંધી રાખીને મારઝૂડ કરી જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આક્ષેપ છે.વાડજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લગ્ન બાદ ભાડામાં મકાનમાં રહેતા હતા ઘાટલોડિયામાં 26 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતી હતી. અગાઉ જ્યારે યુવતીનો પરિવાર અન્ય જગ્યાએ રહેતો હતો ત્યારે તેમની બાજુના મકાનમાં એક યુવક રહેવા આવ્યો હતો. યુવકે યુવતીનો મોબાઈલ નંબર લઈને વાતચીત શરૂ કરી હતી જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ફેબ્રુઆરી 2026માં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ 29 માર્ચે નવરંગપુરામાં હિન્દુ વિધિથી લગ્ન કરી બંને વાડજના ભાડાના મકાનમાં પતિ-પત્ની તરીકે રહેવા ગયા હતા. યુવક સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લગ્નના 10 દિવસ બાદ યુવતી યુવકના માસીના ઘરે એક પ્રસંગમાં ગઈ ત્યારે તેને માસી દ્વારા જાણવા મળ્યું કે, યુવક અગાઉથી જ પરિણીત છે. તેને 2 સંતાનો છે અને તેની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી રિસાઈને પિયરમાં રહે છે. આ બાબતે યુવતીએ ઘરે આવીને યુવકને પૂછતાં તેણે દારૂના નશામાં ગાળો આપીને માર માર્યો હતો. એટલું જ નહીં, યુવતીને ઘરની બહાર જવા ન દઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી 22 જૂન સુધી ઘરમાં ગોંધી રાખી હતી. આ સાથે અવારનવાર જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. 22 તારીખે યુવક કામથી રાજકોટ જતાં રાતે યુવતી તકનો લાભ લઈ ઘરમાંથી નીકળીને પોતાના પિયર જતી રહી હતી. પોતાના ફોઈ અને પરિવારજનોને જણાવ્યા બાદ યુવતીએ યુવક સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ યોજાયો:ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓને મળ્યું ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનું મોટું પ્લેટફોર્મ
    Next Article
    Legendary Filmmaker Singeetham Srinivasa Rao Dies At 94, Celebs Pay Tribute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment