Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી:પાટણ પંથકના એક ગામમાં મધ્યરાત્રીએ છરી બતાવી કૃત્ય આચર્યું, પોલીસે તપાસ હાથ ધરી

    2 days ago

    પાટણના એક ગામમાં મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. મધ્યરાત્રીએ વ્યક્તિ ઘરની દીવાલ કૂદી અંદર ઘૂસ્યો. તેણે મહિલાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. પતિના અવસાન બાદ પીડિતા બાળકો સાથે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગામનો જ એક વ્યક્તિ તેમને અવારનવાર હેરાન કરતો હતો, પણ ઝઘડાના ડરથી મહિલાએ આ વાત છુપાવી હતી. ગત 3 ઓક્ટોબર, 2026 રાત્રે 12:30 વાગ્યે આરોપી છરી સાથે ઘરમાં આવ્યો. તેણે મહિલાને ચૂપ રહેવા અને અવાજ કરશે તો તેમને તથા પુત્રને મારી નાખવાની ધમકી આપી. ડરી ગયેલી મહિલા સાથે આરોપીએ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો.પુત્ર જાગી જતાં આરોપી દીવાલ કૂદી નાસી છૂટ્યો. બાલીસણા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 64(1), 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 90 જૈન સંઘોની ઐતિહાસિક ભવ્ય રથયાત્રા:ગોપીપુરાથી પાલ સુધી ભવ્ય રથોનો શાનદાર કાફલો, ગૃહમંત્રી સહિતના નેતાઓએ પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા
    Next Article
    સુરત રેલવે સ્ટેશને માનવતા મહેકી:US જતા કતારગામના તબીબની ₹7 લાખના ડૉલર અને પાસપોર્ટ ભરેલી બેગ ટ્રેન પકડવાની ઉતાવળમાં છૂટી ગઈ; કુલીની ઈમાનદારીથી મૂળ માલિકને પરત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment