Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 90 જૈન સંઘોની ઐતિહાસિક ભવ્ય રથયાત્રા:ગોપીપુરાથી પાલ સુધી ભવ્ય રથોનો શાનદાર કાફલો, ગૃહમંત્રી સહિતના નેતાઓએ પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા

    2 days ago

    સુરતમાં આજે(4 ઓક્ટોબર) શાસનભક્તિ, એકતા અને સંસ્કારનો અદભુત સંગમ જોવા મળ્યો હતો, જ્યાં મહાસંઘના નેજા હેઠળ 90 જૈન સંઘોની ભવ્ય સામૂહિક રથયાત્રા ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. ઊર્જાભૂમિ ગોપીપુરાથી શરૂ થયેલી આ ઐતિહાસિક રથયાત્રામાં 90 રથ, વિવિધ મંડળીઓ અને પાઠશાળાના બાળકોની મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ રથયાત્રામાં ગૃહમંત્ર હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવીને આશીવાર્દ લીધા હતાં. કૈલાશનગર અને અઠવાગેટ થઈ રામ પાવન ભૂમિ ખાતે સમાપન ગોપીપુરાથી પ્રસ્થાન પામીને આ રથયાત્રા કૈલાશનગર, અઠવાગેટ અને લાલબંગલા થઈ પાલ સ્થિત અડાજણની પાવન રામભૂમિ ખાતે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર હજારોની સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ, યુવાનો અને સુરતની ધર્મપ્રેમી જનતા ભગવાનના રથ અને સંત-ભગવંતોને વધાવવા રસ્તાઓ પર ઉમટી પડી હતી. રાજ્યના ગૃહમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જૈન અગ્રણી તુષારભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ પાવન રથયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ખાસ પધાર્યા હતા. સાથે જ પોલીસ કમિશનર તથા ડીસીપી સહિતના વહીવટી અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અનેક ગચ્છાધિપતિ ભગવંતો અને પૂજ્ય આચાર્ય ભગવંતો પણ પાવન નિશ્રામાં પધાર્યા હતા. સમગ્ર સુરતના જૈનો માટે સ્વામિવાત્સલ્યનું આયોજન તુષારભાઈ મહેતાએ વધુમાં જણાવ્યું કે આ મહોત્સવ અંતર્ગત સમગ્ર સુરત શહેરના જૈનો માટે સ્વામિવાત્સલ્યનો ભવ્ય લાભ પરિવાર સુનીલભાઈ નાગેન્દ્રભાઈ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. સમગ્ર જૈન સમાજના હજારો ભાવિકો આ સ્વામિવાત્સલ્યનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'ગવર્નમેન્ટને પૈસાની જરૂર હશે!':કેટલાક લોકો અફોર્ડ નહીં કરી શકે; GMDC વાઇબ્રન્ટ નવરાત્રિમાં ₹100ના ચાર્જને લઈ અમદાવાદીઓએ શું કહ્યું?
    Next Article
    ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી:પાટણ પંથકના એક ગામમાં મધ્યરાત્રીએ છરી બતાવી કૃત્ય આચર્યું, પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment