Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું US બેંકમાં જોબ કરું છું, દુબઈથી પેન્શન અપાવીશ':રાજકોટમાં ભાડૂઆતે નિઃસંતાન વૃદ્ધ દંપતી સાથે ₹17.58 લાખની ઠગાઈ આચરી, ફ્લેટ ખાલી કરી ફરાર

    1 day ago

    રાજકોટ શહેરમાં વયનિવૃત્ત અને નિઃસંતાન વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના ફ્લેટમાં ભાડે રહેવા આવેલા ઉત્તર પ્રદેશના શખ્સે પોતે અમેરિકાની બેંકમાં વર્ક ફ્રોમ હોમ નોકરી કરતો હોવાનું અને કેનેડાની સિટીઝનશિપ ધરાવતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દુબઈના ગોલ્ડન વિઝા, સિનિયર સિટીઝન પેન્શન અને SIPમાં રોકાણ કરાવવાના બહાને વૃદ્ધ પાસેથી કટકે-કટકે ₹17.58 લાખ મેળવીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. દુકાન બંધ કરી રાજકોટ સ્થાયી થયેલા વૃદ્ધને શિકાર બનાવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી ચીમનલાલ નારણભાઈ પટેલ અગાઉ સુરેન્દ્રનગર ખાતે ઓટોમોબાઈલની દુકાન ચલાવતા હતા. નિવૃત્તિ બાદ છેલ્લા 15 વર્ષથી તેઓ રાજકોટમાં પત્ની સાથે રહે છે. દંપતીને કોઈ સંતાન નથી. તેમણે વિમલ નગર મેઇન રોડ પર આવેલા 'વસંત માર્વેલ'માં એક ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ એક બ્રોકર મારફતે અનુજપ્રકાશ ઓમપ્રકાશ નામના શખ્સને માસિક ₹21,000ના ભાડાથી આપ્યો હતો. દુબઈમાં પેન્શન અને ગોલ્ડન વિઝાની લાલચ આપી ફરિયાદીની પત્ની જ્યારે ભાડે આપેલા ફ્લેટ પર જતાં ત્યારે અનુજપ્રકાશે જણાવ્યું હતું કે, તે અમેરિકાની એક પ્રતિષ્ઠિત બેંકમાં ઓનલાઈન નોકરી કરે છે અને કેનેડાની નાગરિકતા ધરાવે છે. થોડા સમય બાદ તેની પત્ની પણ ત્યાં રહેવા આવી હતી. આરોપીએ વૃદ્ધ દંપતીને પોતાની જાળમાં ફસાવતાં કહ્યું કે, "તમારે સંતાન નથી અને ઉંમર થઈ ગઈ છે, જેથી ભવિષ્યની આવક માટે SIPમાં રોકાણ કરો. હું તમને દુબઈના ગોલ્ડન વિઝા અપાવી દઈશ, કારણ કે ત્યાં સિનિયર સિટીઝન્સને સારું પેન્શન મળે છે." મોબાઈલમાંથી ઓનલાઈન ટ્રાન્સફર અને રોકડ મળી લાખો પડાવ્યા વિઝા પ્રોસેસિંગના નામે આરોપીએ ફરિયાદી પાસેથી મોબાઈલ મેળવીને 15 માર્ચ, 2025ના રોજ HDFC બેંક ખાતામાંથી ₹1 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ 17 એપ્રિલે ₹78,847 અને 19 એપ્રિલે ₹83,717 ટ્રાન્સફર કરાવ્યા હતા. 1 જૂન, 2025ના રોજ દુબઈ વિઝા ફી પેટે ઘરે આવીને ₹6 લાખ રોકડા મેળવ્યા હતા. ઉપરાંત ફરિયાદીના પત્ની અલ્કાબેનના વિઝા માટે ₹3.96 લાખ બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS મારફતે મેળવી લીધા હતા. ફ્લેટ ખરીદવાનો ચેક બાઉન્સ થયો અને સામાન લઈને ફરાર થઈ ગયો ત્યારબાદ આરોપીએ SIP શરૂ કરવા માટે ₹15 લાખની જરૂરિયાત હોવાનું જણાવી નવી યોજના ઘડી હતી. તેણે કહ્યું કે, "હું તમારો આ ફ્લેટ ખરીદવા માંગુ છું. જેથી SIPના ₹15 લાખમાંથી ₹10 લાખ હું આપીશ અને ₹5 લાખ તમે આપો." જેથી ભોગ બનનાર વૃદ્ધે પોતાના સાળા પાસેથી ₹5 લાખ મેળવી 7 જૂન, 2025ના રોજ આરોપીને રોકડા આપ્યા હતા. આરોપીએ ફ્લેટ ખરીદવા પેટે આપેલો ₹5 લાખનો ચેક બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયો હતો. ત્યારબાદ જુલાઈ 2025 દરમિયાન અનુજપ્રકાશ મકાનમાલિકને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ફ્લેટમાંથી પોતાનો તમામ સામાન સમેટીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર છેતરપિંડીનો અહેસાસ થતાં ચીમનલાલ પટેલે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈ-ચલણ ન ભરનાર સામે RTO કડક કાર્યવાહી કરશે:વાહન બ્લેકલિસ્ટ થશે, લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે
    Next Article
    મોરબીમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો:217 દર્દીઓએ લાભ લીધો, 137ને રાજકોટ મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment