Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિજિટલ ફ્રોડથી બચવા ટ્રાફિક પોલીસની પહેલ:હવે મોબાઈલ નંબર અપડેટ કરવા RTOના ધક્કા નહીં ખાવા પડે, પરિવહન એપમાં નવું ફીચર શરૂ

    8 hours ago

    અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતના લાખો વાહનચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી છે. વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા કે બદલવા માટે વાહનમાલિકોએ RTO કચેરીના ધરમધક્કા ખાવા પડતા હતા, તે મુશ્કેલીનો હવે કાયમી અંત આવી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વાહન વ્યવહાર તંત્ર દ્વારા ‘પરિવહન’ એપ્લિકેશન અને પોર્ટલમાં નવીન અપડેટ્સ ઉમેરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે વાહનમાલિકો ઘરેબેઠા પોતાના સ્માર્ટફોન મારફતે મોબાઈલ નંબર અપડેટ કરી શકશે, સાથે-સાથે વાહન પર કેટલા ઈ-મેમો પેન્ડિંગ છે તેની સચોટ માહિતી મેળવીને સીધું જ ઓનલાઈન દંડનું પેમેન્ટ પણ કરી શકશે. મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા થઈ સરળ રાજ્યના તમામ વાહનચાલકોને તેમના વાહનમાં નોંધાયેલો મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં છે કે નહીં તે તાકીદે ચકાસી લેવા સૂચના આપવામાં આવી છે. જો નોંધાયેલો નંબર બંધ થઈ ગયો હોય કે નવો મોબાઈલ નંબર ઉમેરવો હોય તો હવે કોઈપણ એજન્ટ કે RTO કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગના સંકલનથી parivahan.gov.in પોર્ટલ પર QR કોડ સ્કેન કરીને અથવા ઓનલાઈન સેવાઓના વિકલ્પમાં જઈને વાહનમાલિક ખૂબ જ સરળ સ્ટેપ્સમાં પોતાનો નવો મોબાઈલ નંબર તાત્કાલિક અપડેટ કરી શકશે. મોબાઈલ નંબર અપડેટ હોવાથી ટ્રાફિક નિયમભંગના કેસોમાં જનરેટ થતા ઈ-મેમોના મેસેજ સમયસર મળી રહેશે અને વાહનમાલિકો વધારાના દંડથી બચી શકશે. પેન્ડિંગ ચલાનની ચકાસણી અને ઓનલાઈન સુરક્ષિત પેમેન્ટ આ ઉપરાંત વાહન પર કોઈ જૂનો કે નવો ઈ-મેમો બાકી છે કે નહીં તે જાણવા માટે echallan.parivahan.nic.in સત્તાવાર પોર્ટલ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનમાલિક પોતાના ચલાન નંબર, વાહનના આરસી નંબર અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ નંબરની વિગતો દાખલ કરીને પેન્ડિંગ ચલાનની સાચી સ્થિતિ જાણી શકશે. આ પોર્ટલ પરથી કોઈ પણ વધારાના કમિશન કે ચાર્જ વિના સીધું જ સલામત રીતે સરકારી તિજોરીમાં દંડની રકમ જમા કરાવી શકાય છે. સાયબર ફ્રોડ અને નકલી મેસેજથી સાવચેત રહેવા અપીલ હાલના દિવસોમાં ટ્રાફિક મેમોના નામે સામાન્ય નાગરિકોને છેતરવા માટે ભેજાબાજો દ્વારા બોગસ લિંકવાળા SMS મોકલીને સાયબર ફ્રોડ આચરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા સંજોગોમાં નાગરિકો કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કર્યા વગર માત્ર અધિકૃત સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરે તે હિતાવહ છે. પરિવહનની આ સત્તાવાર ઓનલાઇન સુવિધાથી સાયબર ઠગાઈનો કોઈ ભય રહેતો નથી અને વાહનચાલકો કોઈપણ વચેટિયા વગર સુરક્ષિત અને પારદર્શક રીતે પોતાના ટ્રાફિક દંડની પતાવટ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    'બનાસકાંઠામાં છપ્પનિયા દુકાળ જેવી સ્થિતિ':સરકારે 52% વરસાદ બતાવ્યો તે ખોટું, ત્રણેય ડેમ કોરાધાકોર, દૂધ ઉત્પાદન પર પણ અસર; 3 તાલુકાના ખેડૂતોની પીડા
    Next Article
    જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઈટાલિયા Ph.D. કરશે, પહેલાં નંબરે સિલેક્ટ:કાયદાનો વિદ્યાર્થી ખેતી અને ખેડૂતોનું સંશોધન કરશે, MLAએ કહ્યું - ખેડૂતોને બંધારણીય અધિકારો અપાવા મહાશોધ નિબંધ લખીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment