Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવચેતી... ​ઓનલાઈન એન્ટ્રી, રજિસ્ટર ચકાસણી, શંકાસ્પદ લોકો અંગે તપાસ:જૂનાગઢ શહેરમાં દિવાળી પર્વ, લીલી પરિક્રમાને લઇને પોલીસ એલર્ટ મોડમાં હોટલોમાં ચેકિંગ

    1 day ago

    આગામી દિવાળી પર્વ અને ત્યાર બાદ ગરવા ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા યોજાવા જઈ રહી છે. આ પવિત્ર તહેવારો દરમિયાન જૂનાગઢમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું આગમન થતું હોય છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ શહેર પોલીસ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ​ રવિવારના રોજ શહેરની તમામ નાની-મોટી હોટલો, ગેસ્ટ હાઉસમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. પોલીસ ટીમ દ્વારા હોટલના રજીસ્ટરો અને મુસાફરોની એન્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, હોટલ માલિકો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન એન્ટ્રી સિસ્ટમનું પણ વિગતવાર આંકલન કરવામાં આવ્યું હતું. ​તપાસ દરમિયાન હોટલમાં રોકાયેલા પ્રવાસીઓના આઈડી પ્રૂફ ચકાસવામાં આવ્યા હતા.સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તેની પણ ચકાસણી કરાઈ હતી. હોટલ પેટમાઉન્ટ, નેશનલના સંચાલક વિરુદ્ધ ગુનો ચેકીંગ દરમ્યાન કાળવા ચોકમાં આવેલ હોટલ પેરમાઉન્ટના સંચાલક આશીયાનાબેન નદીમભાઇ શેખ અને હોટલ નેશનલના રાજુભાઇ કરીમભાઇ ગોરી સામે એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. બંનેએ પથિક એપ્લીકેશનમાં નિયમ મુજબ એન્ટ્રી કરેલ ન હોય કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડ્રાઇવિંગ ટેસ્ટના કવોટામાં વધારો થતા અરજદારોની સંખ્યા પણ વધી:RTOમાં ઇન્ટરનેટ ઠપ થઇ જતા અરજદારો હેરાન સપ્તાહના પ્રથમ દિવસે જ કામગીરી ખોરવાઇ ગઇ
    Next Article
    મેંદરડાના વ્રજ મેડિકલમાં નશાનો કારોબાર:પોલીસે સીરપની 30 બોટલ સાથે જોષીપરાનો યુવક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment