Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો:217 દર્દીઓએ લાભ લીધો, 137ને રાજકોટ મોકલાયા

    22 hours ago

    મોરબીના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ પર વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીએ તેનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં ૨૧૭ દર્દીઓએ લાભ લીધો, જેમાંથી ૧૩૭ લોકોને નિ:શુલ્ક ઓપરેશન માટે રાજકોટ મોકલાયા. આ કેમ્પ હિતેશભાઈ પ્રભુદાસભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયો હતો. ડો. બળવંતભાઈ અને ડો. અલ્કેશભાઈ ખેરડીયા સહિતના ડોકટરોએ દર્દીઓની તપાસ કરી. અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરાયા. રાજકોટ જવા-આવવા, રહેવા, જમવા સહિતની સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે અપાઈ. જલારામ ધામમાં અત્યાર સુધી 60 નેત્રમણી કેમ્પ યોજાયા છે. જેમાં ૧૬૬૩૬ લોકોએ લાભ લીધો અને ૭૫૧૩ ના સફળ ઓપરેશન થયા છે. આ કેમ્પ દર મહિનાની ૪ તારીખે યોજાય છે. લાભ લેવા આધાર કાર્ડ ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    'હું US બેંકમાં જોબ કરું છું, દુબઈથી પેન્શન અપાવીશ':રાજકોટમાં ભાડૂઆતે નિઃસંતાન વૃદ્ધ દંપતી સાથે ₹17.58 લાખની ઠગાઈ આચરી, ફ્લેટ ખાલી કરી ફરાર
    Next Article
    મોરબીમાં JOSH ટીમે ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપ્યો:મેયર ઉત્તમ સુરાણીની હાજરીમાં જનજાગૃતિ, સામુદાયિક સંપર્ક અને દર્દીઓને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment