Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય હીરા ઠગાઈનો પર્દાફાશ:US કંપનીના બોગસ બાયર બની 4.80 કરોડના હીરા પડાવનાર ગેંગનો સૂત્રધાર નિતિન વડછક ઝડપાયો

    1 day ago

    સુરતના હીરા વેપારીઓ સાથે વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને નકલી ઓળખના આધારે 4.80 કરોડના કિંમતી હીરા મેળવી છેતરપિંડી આચરવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ મુખ્ય સૂત્રધાર નિતિનકુમાર ઉર્ફે કાનો પ્રભુભાઇ વડછક (ઉં.વ. 30, રહે. અમરોલી, સુરત)ની સુરત શહેર ઇકો સેલ/ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ વિદેશી કંપનીઓના નામે ખોટી ઓળખ આપી હીરાની હેરાફેરી કરી હતી. આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર નિતિનને લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે પકડી તારીખ 21/08/2026 સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. RapNet પરથી ડેટા ચોરી અને વર્ચ્યુઅલ નંબરથી ડીલ કરવાની મોડસ ઓપરેન્ડી આરોપીઓની ગેંગ સુરતના વેપારીઓએ RapNet વેબસાઇટ પર મૂકેલા હીરાની વિગતો, નામ અને નંબર મેળવતી હતી. ત્યારબાદ EXIMPEDIA જેવી વેબસાઇટ્સ પરથી અમેરિકાની જાણીતી હીરા કંપનીઓ અને તેમના હોદ્દેદારોના ફોટા તથા લોગો ચોરી કરતી હતી. આરોપીઓ વિદેશના વર્ચ્યુઅલ ગેટવે નંબરો પર અધિકારીઓના ફોટાવાળા WhatsApp એકાઉન્ટ બનાવી સુરતના વેપારીઓનો સંપર્ક કરતા હતા અને 7 દિવસમાં પેમેન્ટ આપવાની શરતે વિશ્વાસ કેળવી હીરા ખરીદવાની ડીલ ફાઇનલ કરતા હતા. દુબઈ અને હોંગકોંગ હીરા મંગાવી નંબર બંધ કરી વિશ્વાસઘાત આચર્યો સોદો નક્કી થયા બાદ આરોપીઓ વેપારીઓ પાસેથી કિંમતી હીરા દુબઈ, હોંગકોંગ અને બેંગકોક ખાતે મંગાવી લેતા હતા. માલ મળી ગયા બાદ તમામ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી વેપારીઓનું પેમેન્ટ અટકાવી દેતા હતા. ફરિયાદી સંજયભાઇ ગોટી સહિતના વેપારીઓ સાથે છેતરપિંડી થતાં પોલીસ કમિશનરની સૂચનાથી DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી નિકુંજ આંબલીયા, મિતુલ ગોટી, અનુજ શાહ, ચેતન સાગર, હરેકૃષ્ણ રાવળ અને ધર્મેન્દ્ર ખેરડીયાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે અગાઉ સાયબર ક્રાઇમ અને DCBમાં ગુના નોંધાયેલા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી નિતિન ઉર્ફે કાનો રીઢો ગુનેગાર છે અને વિદેશ માલ મોકલવા તથા હીરાની હેરાફેરી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તેની સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNS-2023ની વિવિધ કલમો તેમજ IT એક્ટની કલમ 66(D) હેઠળ અને DCB પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગંભીર ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પિતા હોટલે પહોંચતા બંને રૂમમાંથી ઝડપાયા:વડોદરામાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી 17 વર્ષની સ્ટુડન્ટ સાથે રાજસ્થાનના યુવકનું દુષ્કર્મ, આરોપીની ધરપકડ
    Next Article
    મીડિયાની આડમાં કરોડોનું ફ્રોડ:7 અખબાર-ચેનલનો તંત્રી રાજેન્દ્ર ચૌધરી ઝડપાયો, SMCમાં નોકરી-કોન્ટ્રાક્ટના નામે 4.28 કરોડ ખંખેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment