Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના-મોટા તળાવો પર મૂર્તિ વિસર્જન પ્રતિબંધ:ગણેશ ચતુર્થી નિમિત્તે બોરતળાવ સહિત શહેરના 17 તળાવો અને વોટર બોડીમાં મૂર્તિ વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ

    6 hours ago

    આગામી તા.14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન જાહેર જનતાની સુરક્ષા અને જળાશયોની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મનપા દ્વારા એક જાહેરનામું બહાર પાડીને શહેરના બોરતળાવ સહિત નાના-મોટા 17 મુખ્ય તળાવો અને વોટર બોડીઝમાં ગણેશ મૂર્તિઓના વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ગણેશ ઉત્સવ દરમિયાન જાહેર જનતાની સલામતી અને તળાવોમાં કોઈ અકાસ્માત ન ઘટે તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનર ડો.નરેન્દ્ર કુમાર મીના દ્વારા ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની વિવિધ કલમો હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે, આ જાહેરનામા અનુસાર ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન શહેરના 17 જેટલા મુખ્ય તળાવો અને વોટર બોડીઝમાં તમામ પ્રકારની ગણેશ મૂર્તિઓના વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પ્રતિબંધિત કરવામાં આવેલા 17 તળાવો/વોટર બોડી 1. ગૌરીશંકર તળાવ (બોરતળાવ) 2. ખોડિયાર તળાવ-રાજપરા 3. હજુરીયા તળાવ, નવા બંદર રોડ 4. પૂર્ણાં તળાવ, નવા બંદર રોડ 5. અકવાડા મેઈન તળાવ, ઘોઘા રોડ 6. જત તળાવ-1, અકવાડા 7. જત તળાવ-2, અકવાડા 8. માલેશ્રી રિવર ચેકડેમ, ઘોઘા રોડ 9. નારી તળાવ, અમદાવાદ રોડ 10. નારી-કરદેજ રોડ તળાવ 11. તરસમીયા તળાવ, તરસમીયા ગામ 12. જાળીયું તળાવ, સીદસર 13. ટબુડી તળાવ, હિલપાર્ક અધેવાડા રોડ 14. ઝાંઝરીયા તળાવ, અધેવાડા 15. રુવાપરી તળાવ, રુવાપરી મંદિર 16. ફૂલઝરીયા તળાવ, અધેવાડા 17. ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક જાહેર જનતાની સુરક્ષા અને તળાવોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ નાગરિકોને આ જાહેરનામાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    11.34 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો ટ્રેઇની કમાન્ડો ઝડપાયો:ANTFની ટીમે મહેસાણા રેલવે સ્ટેશન પાસેથી બે શખસને 204.86 ગ્રામ MD સાથે પકડ્યાં
    Next Article
    "સગાઈ માટે પૈસાની જરૂર પડી તો ડ્રગ્સની ડિલિવરી કરી":રાજકોટ રેલવે સ્ટેશન પરથી 9.23 લાખના 18.467 કિલો ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment