Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની ઉજવણી કરી શહેર ઊંઘ્યું, સફાઈ સૈનિકો જાગ્યા:શહેરે દિવાળી ઉજવી આકાશ ચમકાવ્યું, પછી સફાઈ સૈનિકોએ શહેરને ચમકાવ્યું

    16 hours ago

    દિપોત્સવી અને નૂતન વર્ષના વધામણાં કરવા માટે લોકો રહેણાંક મકાનો, ધંધાકીય ઓફિસો અને દુકાનોની સાફ-સફાઈ કરતા હોય છે, જેના કારણે સામાન્ય દિવસો કરતાં વધુ કચરાનો નિકાલ થાય છે. આ વખતે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કચરા નિકાલનું સચોટ આયોજન (મેનેજમેન્ટ) કરવામાં આવ્યું હતું, જેથી શહેરને સ્વચ્છ રાખી શકાયું છે. સામાન્ય દિવસોની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં રોજનો 50થી 60 ટન વધુ કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ફટાકડાના કચરાથી ભરાઈ ગયેલા રસ્તાઓને આજે સવારે ચોખ્ખાચણાક કરી નાખ્યા છે. પ્રજાજનો પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરતા હોય છે, ત્યારે ભાવનગર કોર્પોરેશનના સફાઈ કામદારો રજા રાખ્યા વિના ફરજ બજાવે છે, જેથી શહેરને 'ક્લીન સિટી' રાખી શકાય. ભાવનગર કોર્પોરેશનના 13 વોર્ડમાં આશરે 1250 જેટલા કામદારો સફાઈ કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા, જે ખરેખર ખૂબ જ જરૂરી છે. ભાવનગર શહેરને રોગમુક્ત અને ગંદકીમુક્ત બનાવવામાં આ સફાઈ કામદારોનો મુખ્ય ફાળો છે. સમગ્ર શહેરમાં ફટાકડા ફોડીને દીપાવલીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં રસ્તા પર ફટાકડાનો કચરો પડ્યો ન હોય. પરંતુ આજે વહેલી સવારથી જ કોર્પોરેશનના સફાઈ કામદારો કામ પર લાગી ગયા હતા. સામાન્ય દિવસો કરતાં વધુ નીકળતા કચરાને હટાવવા માટે પ્રથમ અગ્રતા મુખ્ય રસ્તાઓને આપીને સફાઈનું આયોજન કરાયું હતું. કચરો એકત્રિત કરવા માટેના વાહનો અને ટીપર વાન ટેમ્પલ બેલ દ્વારા સતત ફેરા મારીને શહેરમાંથી કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવ્યો હતો. છેલ્લા 5 દિવસથી ટેમ્પલ બેલના રોજ 390 ફેરા ભાવનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે લોકોના ઘર-ઘર સુધી જઈને કચરો એકત્રિત કરતા ટેમ્પલ બેલ ટીપર વાનના ચાલકો અને કર્મચારીઓની સેવા પણ આવકારદાયક રહી છે. દિવાળીના દિવસોમાં લોકોએ ઘર, દુકાન અને ઓફિસની સફાઈ કરીને કચરો આ વાહનોમાં આપ્યો હતો. તહેવારોમાં કચરાનું પ્રમાણ વધવું તે સ્વાભાવિક બાબત છે. છેલ્લા પાંચ દિવસમાં પ્રતિદિન 370 થી 380 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. કુલ 168 વાહનો દ્વારા રોજ 380થી 390 ફેરા મારવામાં આવતા હતા. અગાઉ શહેરમાં રોજ 320થી 330 ટન કચરો નીકળતો હતો, જે છેલ્લા 5 દિવસમાં 50થી 60 ટન જેટલો વધીને 370થી 380 ટન પર પહોંચ્યો હતો, જેનો સફળતાપૂર્વક નિકાલ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    બગથળાના નકલંક મંદિરે હજારો લોકોએ મહાઆરતી કરી:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા સહિતના આગેવાનોએ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો
    Next Article
    રહેવાસીઓ માટે દિવાળીની રાત બની કાળરાત્રિ:થાણેની 17 માળની રહેજા કાર્લાઈન ઈમારતમાં ભીષણ આગ લાગી: ઊડતા ફટાકડા પર પાબંધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment