Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગથળાના નકલંક મંદિરે હજારો લોકોએ મહાઆરતી કરી:રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા સહિતના આગેવાનોએ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો

    6 hours ago

    મોરબીના બગથળા ગામના નકલંક ઘોડાવાળા મંદિરમાં બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તથા આસપાસનાં ગામોના હજારો લોકો તેમાં જોડાયા. ગ્રામજનોના સહકારથી મહંત દામજી ભગત અને ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમ યોજ્યો હતો. વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓ આવવા લાગ્યા હતા. લોકોએ નકલંક દાદાનાં દર્શન કર્યા, મહાઆરતીમાં ભાગ લીધો અને મહાપ્રસાદ લીધો. મંદિરમાં બીલીયા, બગથળા, બરવાળા, મોડપર, માણેકવાડા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદાનગર, જેપુર, ખેવારીયા અને ગોર ખીજડીયા સહિત આશરે 100 ગામોના લોકો આવે છે. દર વર્ષે હજારો લોકો અહીં દર્શન માટે પહોંચે છે. મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે, નકલંક મંદિરની સ્થાપના 206 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારથી દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન યોજાય છે. નવા વર્ષમાં લોકોએ નકલંક દાદાને સૌના સુખ અને આસપાસનાં ગામોની પ્રગતિ માટે પ્રાર્થના કરી. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવી શુભેચ્છા પણ પાઠવી. ગત વર્ષે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. નવા વર્ષમાં આવી મુશ્કેલીઓ ફરી ન આવે તેવી પ્રાર્થના કરીને લોકોએ એકબીજાને શુભેચ્છા આપી.
    Click here to Read More
    Previous Article
    માલપરામાં બે જૂથ વચ્ચે મારામારી, 6ને ઈજા:રખડતાં પશુઓ મુદ્દે અગાઉની બોલાચાલીમાં એકબીજા પર હુમલો કર્યો, બેને ભાવનગર, અન્યને અમરેલી ખસેડાયા
    Next Article
    દિવાળીની ઉજવણી કરી શહેર ઊંઘ્યું, સફાઈ સૈનિકો જાગ્યા:શહેરે દિવાળી ઉજવી આકાશ ચમકાવ્યું, પછી સફાઈ સૈનિકોએ શહેરને ચમકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment