Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીડિયાની આડમાં કરોડોનું ફ્રોડ:7 અખબાર-ચેનલનો તંત્રી રાજેન્દ્ર ચૌધરી ઝડપાયો, SMCમાં નોકરી-કોન્ટ્રાક્ટના નામે 4.28 કરોડ ખંખેર્યા

    1 day ago

    સુરત શહેરમાં પ્રેસ અને મીડિયાના નામે ઓળખ ઊભી કરી સુરત મહાનગરપાલિકામાં નોકરી તથા સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 4.28 કરોડથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં મુખ્ય આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરીની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી 'જનાદેશ' ગુજરાતી, 'સુશીલા ટાઇમ્સ', 'સિલવાસા મીરર', 'આપકી તલાસ', 'આપલા ગુજરાત' જેવાં 7 જેટલાં અખબારો અને ન્યૂઝ ચેનલનો તંત્રી છે. તે પત્રકારત્વની વગ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો હોવાનો દાવો કરી લોકોને જાળમાં ફસાવતો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરી આરોપીના તારીખ 24 ઓગસ્ટ, 2026 બપોરે સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. BRTS રેલિંગના કોન્ટ્રાક્ટ અને બોગસ DDથી 1.84 કરોડની ઠગાઈ આરોપી રાજેન્દ્ર ચૌધરીએ ફરિયાદી ચંદ્રકાંત રમેશ નિકુંભને પોતાની મીડિયા ઓળખ અને SMC અધિકારીઓ સાથેની પહોંચ બતાવી વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નો ખોટો ડી.ડી. (ડિમાન્ડ ડ્રાફ્ટ) બનાવી રજૂ કર્યો હતો અને ડિંડોલી મધુરમ સર્કલથી ચલથાણ કેનાલ રોડ સુધી BRTS રૂટની રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹1,84,12,166 મેળવી લીધા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં કોઈ કોન્ટ્રાક્ટ ન મળતાં ફરિયાદીને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. અખબારમાં નોકરીની જાહેરાત આપી 16 યુવાનો સાથે ₹2.44 કરોડનું ફ્રોડ અન્ય એક ગુનામાં આરોપીએ પોતાના 'જનાદેશ' ન્યૂઝ પેપરમાં સુરત મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાતો પ્રસિદ્ધ કરી હતી. ફરિયાદી પ્રહલાદ સુખદેવ પાટીલ તથા અન્ય ઉમેદવારોને મનપામાં વિવિધ જગ્યાઓ પર નોકરી અપાવવાની લાલચ આપી વ્યક્તિ દીઠ ₹15,16,700 વસૂલ્યા હતા. આમ 16 બેરોજગાર યુવાનો પાસેથી કુલ ₹2,42,67,200 તેમજ અડાજણમાં મકાન અપાવવાના બહાને ₹1,50,000 મળી કુલ ₹2,44,17,200 પડાવી લઈ કોઈપણ પ્રકારની નોકરી ન અપાવી વિશ્વાસઘાત આચર્યો હતો. આરોપી સામે ભૂતકાળમાં ચીટિંગ અને 9 ચેક બાઉન્સના કેસ નોંધાયા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લિંબાયત, પરવતગામ ખાતે રહેતો અને ખટોદરામાં ઓફિસ ધરાવતો આરોપી રાજેન્દ્ર ચૌધરી રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ IPC કલમ 420 અને 406 મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત સુરતની વિવિધ અદાલતોમાં તેની સામે વર્ષ 2016થી 2026 દરમિયાન 9 જેટલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક બાઉન્સના કેસો પણ પેન્ડિંગ છે. પોલીસે હાલ તેની અન્ય કોઈ છેતરપિંડીમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય હીરા ઠગાઈનો પર્દાફાશ:US કંપનીના બોગસ બાયર બની 4.80 કરોડના હીરા પડાવનાર ગેંગનો સૂત્રધાર નિતિન વડછક ઝડપાયો
    Next Article
    અમદાવાદમાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કેસમાં ચુકાદો:આરોપી અમિત વણઝારાને 20 વર્ષની સખત કેદ અને 4.50 લાખનું વળતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment