Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કેસમાં ચુકાદો:આરોપી અમિત વણઝારાને 20 વર્ષની સખત કેદ અને 4.50 લાખનું વળતર

    1 day ago

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વર્ષ 2024માં બનેલી 10 વર્ષની બાળકીની ગંભીર જાતીય સતામણીની ઘટનામાં વિશેષ પોક્સો અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સિટી સેશન્સ કોર્ટે તમામ દલીલો, 11 સાહેદો અને 14 દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કર્યા બાદ 31 વર્ષીય આરોપી અમિત વણઝારાને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે પીડિતાને 4.50 લાખ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવાનો કાનૂની સેવા સત્તામંડળને આદેશ આપ્યો છે. વહેલી સવારે ખાટલા પર સૂતી બાળકી સાથે અડપલાં કર્યા હતા ઘટનાની વિગતો મુજબ, 2 જૂન, 2024ના રોજ વહેલી સવારે માત્ર 10 વર્ષની પીડિતા પોતાના ઘરની બહાર આવેલા કોરિડોરમાં ખાટલા પર સૂતી હતી. આ નિર્દોષ બાળકીને એકલી જોઈને સામેની ચાલીમાં રહેતો આરોપી અમિત વણઝારા ત્યાં પહોંચ્યો હતો. આરોપીએ બાળકી પર શારીરિક હુમલો કરી તેના ગુપ્ત ભાગો પર અડપલાં કરીને ગંભીર જાતીય સતામણી આચરી હતી. આ અચાનક બનેલી અણધારી ઘટનાથી બાળકી અત્યંત ગભરાઈ ગઈ હતી. માતા સામે રડી પડતા ભાંડો ફૂટ્યો અને ફરિયાદ દાખલ થઈ આરોપીના આ કૃત્યથી ડરી ગયેલી બાળકીએ શરૂઆતમાં કોઈને વાત કરી નહોતી. જોકે, બાળકી સતત રડતી અને ડરેલી રહેતી હોવાથી માતાએ પ્રેમથી પૂછપરછ કરતાં 3 જૂન, 2024ના રોજ બાળકીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના માતાને જણાવી દીધી હતી. ત્યારબાદ પરિવારે તાત્કાલિક પગલાં ભરીને 4 જૂન, 2024ના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ IPC તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. બચાવ પક્ષની દલીલો ફગાવી કોર્ટે દાખલારૂપ સજા સંભળાવી સુનાવણી દરમિયાન આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે પૈસાની લેવડદેવડ અને જૂના ઝઘડાના કારણે આ ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે. પરંતુ કોર્ટે આ બચાવને માત્ર મૌખિક અને કોઈપણ નક્કર પુરાવા વિનાનો ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. બાળકીની જુબાની અને તબીબી પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે માસૂમ સાથે દુષ્કૃત્ય કરનાર અમિત વણઝારાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારીને સમાજમાં કડક સંદેશ આપ્યો છે
    Click here to Read More
    Previous Article
    મીડિયાની આડમાં કરોડોનું ફ્રોડ:7 અખબાર-ચેનલનો તંત્રી રાજેન્દ્ર ચૌધરી ઝડપાયો, SMCમાં નોકરી-કોન્ટ્રાક્ટના નામે 4.28 કરોડ ખંખેર્યા
    Next Article
    ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટમાં નવી તકો:કર્ણાવતી યુનિવર્સિટીમાં ‘ઈનોવેશન સેન્ટર’ શરૂ, B.Tech-CSE જેવા અભ્યાસક્રમોને મજબૂત બનાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment