Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટમાં નવી તકો:કર્ણાવતી યુનિવર્સિટીમાં ‘ઈનોવેશન સેન્ટર’ શરૂ, B.Tech-CSE જેવા અભ્યાસક્રમોને મજબૂત બનાવશે

    1 day ago

    ઉદ્યોગ-સંકલિત શિક્ષણને વધુ મજબૂત બનાવવા અને ગેમિંગ, નવી ટેકનોલોજી તથા ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળે તે હેતુથી કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સના સહયોગથી ‘કર્ણાવતી ઈનોવેશન સેન્ટર’નો પ્રારંભ કર્યો છે. આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રે નવા પ્રયોગો, ઈનોવેશન અને વ્યવહારુ કૌશલ્ય વિકસાવવાનું પ્લેટફોર્મ બનશે. વિદ્યાર્થીઓને નવી ગેમ્સ વિકસાવવાની તક સેન્ટરમાં મુખ્યત્વે જિઓ ગેમ એક્સપિરિયન્સ ઝોન, કન્ટેન્ટ ક્રિએશન ઝોન અને ઈન્સ્ટ્રક્શનલ ઝોન એમ ત્રણ વિશેષ ઝોન બનાવવામાં આવ્યા છે. જિઓગેમ્સ પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓ વિવિધ ગેમ્સનો અનુભવ કરવાની સાથે નવી ગેમ્સ વિકસાવવાની તક મેળવી શકશે. કન્ટેન્ટ ક્રિએશન ઝોનમાં ડિજિટલ તથા ઈન્ટરેક્ટિવ મીડિયાના નવા સ્વરૂપો પર પ્રયોગ કરી શકાશે. B.Tech-CSE જેવા અભ્યાસક્રમોને મજબૂત બનાવશે ઈન્સ્ટ્રક્શનલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ ગેમ ડિઝાઈન, ગેમ પ્રોગ્રામિંગ અને ગેમિંગ ઈન્ડસ્ટ્રી સંબંધિત સમકાલીન જ્ઞાન અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ પહેલ યુનિવર્સિટીના એનિમેશન એન્ડ ગેમ ડિઝાઈન સ્પેશિયલાઈઝેશન સાથેના B.Design અને ગેમ પ્રોગ્રામિંગ સ્પેશિયલાઈઝેશન સાથેના B.Tech-CSE જેવા અભ્યાસક્રમોને પણ વધુ મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી સાથે સીધા જોડાવાની તક કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, “કર્ણાવતી ઈનોવેશન સેન્ટર પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણથી આગળ વધીને વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી સાથે સીધા જોડાવાની તક આપશે. અમારો હેતુ વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ કૌશલ્ય નહીં, પરંતુ ગેમ ડિઝાઈનર, પ્રોગ્રામર, સ્ટોરીટેલર, કન્ટેન્ટ ક્રિએટર અને ઈનોવેટર બનવા માટે જરૂરી સર્જનાત્મક અને એન્ટરપ્રેન્યોરિયલ ક્ષમતાઓથી સજ્જ કરવાનો છે.” આધુનિક ટૂલ્સ, પદ્ધતિઓ અને વર્કફ્લોનો અનુભવ મળશે યુનિવર્સિટીના ડીન એકેડેમિક્સ ડૉ. કુસુમ અગ્રવાલએ જણાવ્યું હતું કે, “જિઓગેમ્સ જેવા પ્લેટફોર્મને એકેડેમિક લર્નિંગ સાથે જોડવાથી વિદ્યાર્થીઓને ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા આધુનિક ટૂલ્સ, પદ્ધતિઓ અને વર્કફ્લોનો અનુભવ મળશે. આ સેન્ટર અપ્લાઇડ લર્નિંગ, ઈન્ડસ્ટ્રી કોલેબોરેશન અને પ્રેક્ટિકલ કૌશલ્યને વધુ મજબૂત બનાવશે.” કર્ણાવતી ઈનોવેશન સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન ‘વ્હેન વર્ક ઈઝ પ્લે’, ‘નોબડી સ્કિપ્સ અ ગુડ ફ્રેમ’ અને ‘કેરિયર્સ ઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી’ જેવા વિષયો પર સત્રો યોજાયા હતા. ત્યારબાદ કર્ણાવતી ઈનોવેશન સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એકેડેમિક શિક્ષણ અને પ્રોફેશનલ કૌશલ્યો વચ્ચેનું અંતર ઘટાડવાની પહેલ આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને રિયલ-વર્લ્ડ એક્સપોઝર, ઈન્ડસ્ટ્રી મેન્ટરશિપ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને પોતાના વિચારોને ડિજિટલ અનુભવોમાં રૂપાંતરિત કરવાની તક મળશે. કર્ણાવતી યુનિવર્સિટી અને જિઓગેમ્સનો આ સહયોગ એકેડેમિક શિક્ષણ અને પ્રોફેશનલ કૌશલ્યો વચ્ચેનું અંતર ઘટાડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કેસમાં ચુકાદો:આરોપી અમિત વણઝારાને 20 વર્ષની સખત કેદ અને 4.50 લાખનું વળતર
    Next Article
    CIA 'Spy' Who Infiltrated Al Qaeda Now Faces Deportation From US: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment