Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તા પરથી રઝળતા મળેલા બે બાળકોનો હવે અમેરિકામાં ઉછેર થશે:USમાં વસતા ગુજરાતી પરિવારે 4 અને 5 વર્ષના બાળકને દત્તક લીધા, બંને કતારગામના શિશુગૃહમાં રહેતા'તા

    7 hours ago

    નવા વર્ષના પ્રથમ કાર્યદિવસે જ સુરત જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતાનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ સ્થિત શિશુગૃહમાં ઉછરી રહેલા સાડા ત્રણથી ચાર વર્ષ અને પાંચ વર્ષની વયના બે માસૂમ બાળકોને અમેરિકાના ન્યૂયોર્ક ખાતે સ્થાયી થયેલા મૂળ ગુજરાતી દંપતીએ દત્તક લીધા છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સુરત કલેક્ટરના હસ્તે આ દંપતીને પ્રી-એડોપ્શન લેટર સુપ્રત કરી બંને બાળકોની વિધિવત સોંપણી કરવામાં આવી હતી, જેનાથી માસૂમોને સાત સમંદર પાર નવો પરિવાર અને ઉજ્જવળ ભવિષ્ય મળ્યું છે. દોઢ વર્ષ પહેલાં રઝળતી હાલતમાં મળ્યા હતા બાળકો આ બંને બાળકોની ભૂતકાળની કહાની અત્યંત સંઘર્ષમય રહી હતી. આશરે દોઢ વર્ષ પહેલાં એક માતા આ બંને બાળકો સાથે સુરતના રસ્તા પર અત્યંત કફોડી અને રઝળતી હાલતમાં મળી આવી હતી. માતા બાળકોનો ઉછેર કરવા સક્ષમ ન હોવાથી તે બાળકોને ત્યજી દે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે સમાજસેવક ધર્મેશ ગામીના ધ્યાને આ બાબત આવતા તેમણે પોલીસને સાથે રાખી, માતાની સંમતિથી બંને બાળકોને સુરક્ષિત રીતે કતારગામ શિશુગૃહમાં આશરો અપાવ્યો હતો. બંને બાળકોના ઉ્જજવળ ભવિષ્ય માટે કલેકટરે શુભેચ્છા પાઠવી સુરત કલેક્ટર તેજસ પરમારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સરકારી તંત્રની સંવેદનશીલતા પહેલથી બે બાળકોને અમેરિકાના ન્યૂયોર્કમાં પરિવાર મળ્યો છે. કતારગામ શિશુગૃહમાં અમારી દેખરેખ હેઠળ ઉછરી રહેલા આ બંને બાળકોની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરીને આજે પ્રી-એડોપ્શન લેટર ઇસ્યુ કરાયો છે. મૂળ ગુજરાતના અને હાલ અમેરિકા સ્થાયી થયેલા માતા-પિતા આ બાળકોને મળ્યા છે. છેલ્લા એક મહિનામાં દિવાળી પહેલા પુણે અને મુંબઈના દંપતી સહિત કુલ ચાર બાળકોને આ રીતે નવો પરિવાર મળ્યો છે. હું બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું." સમાજસેવક ધર્મેશ ગામીની પ્રતિક્રિયા બાળકોને શિશુગૃહ સુધી પહોંચાડનાર સમાજસેવક ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, "કયા બાળકનું શું ભવિષ્ય લખાયેલું હોય તે તો કુદરતને જ ખબર હોય છે. દોઢ વર્ષ પહેલાં જ્યારે આ માતા અને બાળકો મારી પાસે આવ્યા ત્યારે મને ખબર નહોતી કે નિસ્વાર્થ ભાવે કરેલું આ કામ તેમનું ભવિષ્ય બદલી નાખશે. કેન્દ્ર સરકારની 'CARA' એપ્લિકેશનની ગાઈડલાઇન મુજબ આજે યુએસના પરિવારે તેમને દત્તક લીધા છે. કોઈપણ દુઃખી કે રઝળતા વ્યક્તિને માત્ર આંગળી ચિંધ્યાનું પુણ્ય કરીએ તો પણ તેમનું જીવન સુધરી શકે છે."
    Click here to Read More
    Previous Article
    અમિતાભના સાસુ હોસ્પિટલમાં દાખલ:95 વર્ષીય ઇન્દિરા ભાદુરી ભોપાલની હોસ્પિટલમાં દાખલ, એલર્જી સંબંધિત સમસ્યાઓ હોવાની અટકળો
    Next Article
    સુરેન્દ્રનગરમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે:રણોલમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, આદિવાસી પરિવારોને યોજનાઓના લાભ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment