Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાશે:રણોલમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, આદિવાસી પરિવારોને યોજનાઓના લાભ અપાશે

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રણોલમાં સવારે 8 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે આ વર્ષે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં 11થી 18 નવેમ્બર સુધી આઠ દિવસની ઉજવણીનું આયોજન કર્યું છે. 20 આદિજાતિ નગરપાલિકાઓમાં 15 નવેમ્બરે એક દિવસીય ઉજવણી થશે. બિરસા મુંડાએ 25 વર્ષની વયે અંગ્રેજ શાસન, જમીનદારી પ્રથા અને શોષણ સામે ‘ઉલગુલાન’ નામના જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આદિવાસી સમાજમાં સ્વાભિમાન અને અધિકારો અંગે જાગૃતિ લાવી હતી. તેમના યોગદાનને યાદ કરવા 2021થી દર વર્ષે 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ ઉજવાય છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગારી માટે યોજનાઓ ચલાવે છે. પીએમ-જનમન યોજના હેઠળ લીંબડી તાલુકાનાં છ ગામોમાં 2,874 આવાસ મંજૂર કરાયાં છે. તેમાંથી 2,341 આવાસનું બાંધકામ પૂરું થયું છે અને 533નું કામ ચાલુ છે. વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ અને સાયકલ સહાય અપાય છે. આદિવાસી પરિવારોને આરોગ્ય સેવાઓ, પોષણ અભિયાન, કૌશલ્યવર્ધન અને સ્વરોજગાર માટે પણ પ્રોત્સાહન અપાય છે. પહાડી વિસ્તારના લોકોને સ્વરોજગાર માટે રોજગારલક્ષી માનવગરિમા કીટનું વિતરણ કરાયું છે. રણોલના કાર્યક્રમમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. પરંપરાગત વાજિંત્રો, વેશભૂષા અને નૃત્ય સાથે શોભાયાત્રા યોજાશે. વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પણ અપાશે.
    Click here to Read More
    Previous Article
    રસ્તા પરથી રઝળતા મળેલા બે બાળકોનો હવે અમેરિકામાં ઉછેર થશે:USમાં વસતા ગુજરાતી પરિવારે 4 અને 5 વર્ષના બાળકને દત્તક લીધા, બંને કતારગામના શિશુગૃહમાં રહેતા'તા
    Next Article
    मामला रोमांस का नहीं है, Nvidia पर कंट्रोल का है, जेंसन को निकालने की तैयारी में लगे हैं सब

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment