Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિડટર્મમાં હાર બાદ ટ્રમ્પ ઢીલા પડ્યા:US રાષ્ટ્રપતિએ કહ્યું- સમજૂતી થઈ તો ઈરાન પર હુમલો નહીં કરીએ; ઈરાને કહ્યું- રિપબ્લિકન્સ હારી તેથી વાતચીત અટકી

    7 hours ago

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાનને લઈને વલણ નરમ થયું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન સાથે શાંતિ સમજૂતી અંગેની વાતચીત આગળ વધે છે, તો અમેરિકા તેના પર ફરીથી હુમલો કરશે નહીં. બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર બાદ વાતચીત અટકી ગઈ છે. આ અંગે કોઈ મધ્યસ્થે પણ પહેલ કરી નથી. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં કતાર અને પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. બંને દેશો વચ્ચે 1 નવેમ્બરે દોહામાં વાતચીત થઈ હતી. જોકે વાતચીતનું શું પરિણામ આવ્યું, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ટ્રમ્પે કહ્યું- ફરીથી હુમલો કરવાની જરૂરિયાત નહીં પડે ટ્રમ્પે રવિવારે CNN સાથે ફોન પરની વાતચીતમાં કહ્યું કે જો ઈરાન સાથેની વાતચીત આગળ વધે છે અને મજબૂત સમજૂતી થાય છે, તો અમેરિકા માટે ફરીથી હુમલો કરવો જરૂરી નહીં બને. ટ્રમ્પનું આ નિવેદન 5 નવેમ્બરે આપવામાં આવેલા તેમના નિવેદનથી અલગ છે. ત્યારે તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સામે આગળની કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકન હુમલાઓથી ઈરાનને ઘણું નુકસાન થયું છે અને તેની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. તેમણે ઈરાનમાં મોંઘવારી 301% હોવાનો દાવો પણ કર્યો. મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા નુકસાન બાદ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ઈરાન યુદ્ધની ચૂંટણી પરિણામો પર અસર પડી છે. જોકે, તેમણે યુદ્ધના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓ ફરીથી પણ આવું જ કરશે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે ઈરાન યુદ્ધને કારણે રિપબ્લિકન પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થયું. કતારના પીએમ ટ્રમ્પને મળવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઇટ હાઉસમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની સાથે મુલાકાત કરશે. અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ તેમની સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઈરાન યુદ્ધને લઈને ચર્ચા થઈ શકે છે. આ મુલાકાત પહેલાં ઈરાન યુદ્ધને લઈને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે રવિવારે કહ્યું હતું કે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો અત્યાર સુધી ખૂબ સફળ રહી નથી. ઈરાનની કેટલીક માગણીઓ એવી છે, જેને અમેરિકા સ્વીકારી શકતું નથી. રૂબિયોએ આ માગણીઓને બેહૂદી અને વાસ્તવિકતાથી દૂર ગણાવી હતી. ઈરાને કહ્યું- અમેરિકા યુદ્ધ સમાપ્ત કરે તો 2 દિવસમાં હોર્મુઝ ખોલી દઈશું ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જો અમેરિકા તમામ મોરચે યુદ્ધ બંધ કરે છે, તો ઈરાન બે દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દેશે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકાએ પહેલાં ઈરાનની શરતો સ્વીકારવી પડશે. આવું નહીં થાય તો ઈરાન વળતો હુમલો કરવા માટે તૈયાર છે. અરાઘચીએ કહ્યું કે ઈરાન દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે દાવો કર્યો કે ઈરાને પોતાના હથિયારોને મજબૂત કર્યા છે, સેનાની ખામીઓ દૂર કરી છે અને નવાં હથિયારોનું પરીક્ષણ કર્યું છે. તેમના અનુસાર, ઈરાની સેના સંપૂર્ણપણે સતર્ક છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAને આપેલા ઈન્ટરવ્યુમાં અરાઘચીએ કહ્યું કે મિડટર્મ ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદથી મધ્યસ્થીઓએ કોઈ ખાસ પ્રયાસ કર્યો નથી. ઈરાન પહેલા જોશે કે અમેરિકા ચૂંટણીનાં પરિણામોમાંથી બહાર આવવામાં કેટલો સમય લે છે. ત્યાર બાદ જ તે આગળની રણનીતિ નક્કી કરશે. હોર્મુઝ સ્ટ્રેટ સમુદ્રનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. અહીંથી દુનિયાના અનેક દેશોમાં ક્રુડ ઓઈલ અને ગેસ પહોંચે છે. જો આ માર્ગ પરથી જહાજોની અવરજવર અટકી જાય, તો સમગ્ર વિશ્વમાં તેલનો પુરવઠો ઘટી શકે છે અને કિંમતો વધી શકે છે. અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો હતો અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ પરમાણુ હથિયારો બનાવવાનો આરોપ લગાવીને ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. ત્યારબાદ ઈરાને પણ વળતો હુમલો કર્યો અને બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. એપ્રિલની શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ થયું હતું, પરંતુ તે લાંબો સમય ટક્યું નહીં. જૂનમાં ફરીથી યુદ્ધવિરામ અને યુદ્ધ બંધ કરવા અંગે સમજૂતી થઈ હતી, પરંતુ ઑગસ્ટમાં તે પણ તૂટી ગઈ અને તણાવ ફરી વધ્યો. હવે યુદ્ધ રોકવા અંગે વાતચીત ચાલી રહી છે. આ વાતચીતમાં પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને યુદ્ધ બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. -----------------------
    Click here to Read More
    Previous Article
    ભારત સામેની વનડે સિરીઝમાંથી ફર્ગ્યુસન અને ટિકનર બહાર:હેનરી ત્રીજી મેચ નહીં રમે, 5 ખેલાડીઓ ટેસ્ટની તૈયારી માટે ટીમ છોડશે
    Next Article
    મહેસાણામાં ફટાકડાથી 11 સ્થળે આગની ઘટના:સતત મળતા કોલને પગલે ફાયર બ્રિગેડની ટીમ દિવસ-રાત દોડતી રહી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment