Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન ઠગાઈ:રાસનોલના યુવકના બેંક ખાતામાંથી બારોબાર 11 લાખ હેકર્સે ઉપાડી લીધા

    1 day ago

    આણંદ શહેર પાસેના રાસનોલમાં રહેતા યુવકના બેંક ખાતામાંથી બારોબાર હેકર્સે મોબાઈલ હેક કરીને તેના બેંક ખાતામાંથી 11 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જોકે, એક પછી એક યુવકને મોબાઈલ પર મેસેજ મળતાં જ તેની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જેને પગલે તેણે સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરીને જાણ કરતા સેલ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વાત કરતા મૂળ આમરોલના અને રાસનોલમાં રહેતા અનિલભાઈ જાદવે જણાવ્યું હતું કે, જમીન ગીરો રાખવાની હોય તેમના સસરા કનુભાઈ દ્વારા તેમની એક ફિક્સ ડિપોઝિટ તોડાવી હતી અને તે રૂપિયા 11 લાખ તેમના બેંક ખાતામાં ગત 21મી ના રોજ જમા કરાવ્યા હતા. જોકે, 21મીના રોજ રાત્રિના તેમજ 22મીએ સવારની વેળાએ અલગ-અલગ સમયે તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ રકમ અચાનક તેમના બેંક ખાતામાંથી ઉપડી ગઈ હતી. અનિલભાઈએ દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય પણ કોઈ ઓટીપી આપ્યો નથી કે પછી કોઈ પણ પ્રકારની લિન્ક તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરી નથી. જોકે, આમ છતાં પણ તેમના બેંક ખાતામાંથી યુપીઆઈ મારફતેએક જ દિવસમાં અલગ-અલગ સમયમાં રકમ ઉપડી ગઈ હતી. જોકે, તેમને એક પછી એક મોબાઈલમાં મેસેજ આવતાં જ તેમનું ખાતું ખાલી થઈ ગયું હોવાની જાણ થઈ હતી. આખરે, આ મામલે તેમણે 1930 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સ્ટેટ સાઈબર સેલની ટીમે તુરંત જ એક્શન લઈને એકાઉન્ટ બ્લોક કરવાની અને સ્ટોપ પેમેન્ટ કરવાની કાર્યવાહી કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, હેકર્સ દ્વારા મોટાભાગના રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં તેમજ કેટલાંક રૂપિયા ક્રેડિટ કાર્ડમાં જમા લેવામાં આવ્યા હતા. મોબાઈલ એક્સેસ વિના ક્યારેય કોઈ પૈસા ઉપાડી શકે નહીં આ કિસ્સામાં ભોગ બનનાર વ્યક્તિ એમ કહે છે કે તેમણે કોઈ ઓટીપી આપ્યો નથી અથવા તો કોઈ લિન્ક ડાઉનલોડ કરી નથી. પરંતુ મોબાઈલમાં એક્સેસ વિના ક્યારેય કોઈ વ્યક્તિ તમારા પૈસા ઉપાડી શકતું નથી. તમે કોઈ અજાણ્યાને ઓટીપી આપ્યો હોય કે, ન આપ્યો હોય એ તેમને યાદ હોઈ શકે છે. પરંતુ બે-ત્રણ મહિના પહેલાં કોઈ ઈન્વીટેશન, આરટીઓ ચલણ કે પછી અન્ય કોઈ એપીકે ફાઈલ મોબાઈલમાં મેળવીને ડાઉનલોડ કરી હોય તે કદાચ ભૂલી ગયા હોય શકે છે. અને એ પછી હેકર્સ તમારો મોબાઈલ ઓપરેટ કરતો હોય છે. હેકર્સે આ પ્રકારની લિન્ક મોકલ્યા બાદ થોડો સમય રાહ જોઈને તમારા સમગ્ર મોબાઈલનું એક્સેસ મેળવી લે છે. તમારા ગુગલ પેનો પીન નંબરથી લઈને મેઈલ પણ તે વાંચતો હોય છે અને એ થકી જ તે ઓનલાઈન ઠગાઈ કરતો હોય છે. આ કિસ્સામાં પણ ભૂલથી ભૂતકાળમાં કોઈ એપ કે લિન્ક ડાઉનલોડ કરી જ હશે ત્યારે જ તેમણે પૈસા ગુમાવ્યા હશે. - મનીષભાઈ જૈન, સાઈબર એક્સપર્ટ, આણંદ. હેકર્સ દ્વારા હાલમાં આઈટી રિટર્નની એપીકે ફાઈલ ફરતી કરાઈ છે સાઈબર એક્સપર્ટના મતે કોઈ પણ પ્રકારની એપીકે ફાઈલ મોબાઈલમાં ડાઉનલોડ કરવી નહીં. એક સમયે હેકર્સ દ્વારા મિત્રના લગ્નના ઈન્વીટેશન, આરટીઓ ચલણ અલગ-અલગ ગ્રૂપમાં વાઈરલ કરવામાં આવ્યા હતા. હાલમાં આઈટી રિટર્ન બાકી હોવાનું કે પછી રિફંડના મેસેજરૂપી એપીકે ફાઈલ ફરતી કરાઈ છે. આ પ્રકારની કોઈ પણ ફાઈલ-એપ ડાઉનલોડ કરવી નહીં. જો ડાઉનલોડ થઈ પણ ગઈ હોય તો હેકર્સના એટેકથી બચવા સમગ્ર ફોન તાત્કાલિક ફોરમેટ મારી દેવો જોઈએ અને તત્કાળ તમામ પાસવર્ડ બદલી નાંખવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ખેડૂતના ખેતરમાં 1 મહિનાના સિંહબાળનો મૃતદેહ મળ્યો:જાફરાબાદના વઢેરા ગામ નજીક વાડીની જાળીમાં ફસાઈ જવાથી શ્વાસ રૂંધાતા મોત થયું
    Next Article
    Mirzapur The Movie Box Office Collection Day 4: Ali Fazal's Film Storms Into Rs 100 Crore Club On First Monday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment