Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 કલાકમાં 70થી વધારે કોલ:દિવાળીની રાત્રે 126 જગ્યા પર આગ લાગી, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં

    7 hours ago

    અમદાવાદમાં ફટાકડા ફોડવાના કારણે અલગ અલગ જગ્યા ઉપર આગ લાગવાની ઘટના બની હતી. ખુલ્લા પ્લોટ, મકાનો સહિતની જગ્યાઓ પર આગ લાગવાના બનાવો બન્યા હતા. આખી રાત 112 અને 101 ફાયર કંટ્રોલરૂમ ધમધમ્યો હતો. દિવાળીની સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 126 જેટલા આગના કોલ અમદાવાદ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને મળ્યા હતા. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી તમામ જગ્યાએ આગને કાબૂમાં લીધી હતી. શહેરમાં કોઈ મોટી આગની ઘટના બની નથી. ગોતામાં બિલ્ડિંગમાં ફસાયેલા 3નું રેસ્ક્યૂ ફાયર બ્રિગેડ તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદ ફાયર બ્રિગેડના અલગ અલગ ફાયર સ્ટેશન અને કંટ્રોલરૂમને દિવાળીના પર્વની રાત્રે આગ લાગવાના કોલ મળ્યા હતા. ખાસ કરીને ખુલ્લા પ્લોટો અને કચરામાં આગ લાગવાના વધુ કોલ મળ્યા હતા. ગોતા સિલ્વર ઓક કોલેજ પાસે બિલ્ડીંગ નજીક આગ લાગવાની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો આગમાં ફસાયા હતા જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી તાત્કાલિક આગને કાબૂમાં લઈ તેઓને રેસ્ક્યૂ કર્યા હતા. બોપલ, નવરંગપુરા, નિકોલ, વાસણા, ઘોડાસર, બોડકદેવ દાણીલીમડા સહિતના વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ તંત્ર દોડતું થયું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 70થી વધારે કોલ મળ્યા અમદાવાદ ફાયર બ્રિગેડના તમામ ફાયર સ્ટેશન દિવાળીના રાત્રે એલર્ટ પર રહ્યા હતા અને આગ લાગવાના કોલ મળતાની સાથે જ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો હતો જેને લઈને આખી રાત ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમનો નંબર પણ સતત ધમધમ્યો હતો. 126 જેટલા કોલ મળ્યા હતા જેમાં સૌથી વધારે રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 70થી વધારે કોલ મળ્યા હતા. આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મોટાભાગના કોલ ખુલ્લા પ્લોટ અને કચરામાં જ લાગ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. મકાનોમાં લાગેલી આગમાં ઘરવખરીને નુકસાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ફટાકડાથી 11 સ્થળે આગની ઘટના:સતત મળતા કોલને પગલે ફાયર બ્રિગેડની ટીમ દિવસ-રાત દોડતી રહી
    Next Article
    દિવાળીની રાતે ફાયર વિભાગ સતત દોડતો રહ્યો:રાજકોટમાં એક રાતમાં મર્સિડીઝનાં સર્વિસ સેન્ટર સહિત 148 સ્થળે આગ લાગી, કોઈ જાનહાની નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment