Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાતે ફાયર વિભાગ સતત દોડતો રહ્યો:રાજકોટમાં એક રાતમાં મર્સિડીઝનાં સર્વિસ સેન્ટર સહિત 148 સ્થળે આગ લાગી, કોઈ જાનહાની નહીં

    8 hours ago

    રાજકોટમાં દિવાળીનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગતરાત્રે ફાયર વિભાગને મર્સિડીઝનાં સર્વિસ સેન્ટર સહિત નાની-મોટી આગ લાગવાના 148 કોલ મળ્યા હતા. એક બાદ એક કોલ મળવાથી ફાયર વિભાગ પોતાની ટીમો સાથે દોડતો રહ્યો હતો. ધનતેરસથી અત્યાર સુધીમાં કુલ 216 કોલ મળ્યા હતા. જોકે, સદનસીબે અને ફાયર વિભાગની સમયસર કામગીરીને પરિણામે એકપણ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જુદા-જુદા વિસ્તારોમાં 8 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ગીચ વિસ્તારોમાં તરત જ પહોંચી શકાય તે માટે જુદા-જુદા વિસ્તારોમાં 8 હંગામી ફાયર સ્ટેશનો પણ ઉભા કરવામાં આવ્યા હતા. ગતરાત્રે અમદાવાદ હાઇવે પર આવેલા સોખડામાં 2 કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જે બુઝાવવા રાતભર ફાયરની ટીમો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સિવાય શહેરના ગોકુલનગર, એરપોર્ટ રોડ અને બેડી ચોકડી સહિત જુદા-જુદા વિસ્તારોમાં પણ ફટાકડા સહિતના કારણે નાની-મોટી આગની ઘટના એક પછી એક સામે આવી હતી. અને એક રાતમાં 148 કોલ નોંધાયા હતા. દિવાળીના તહેવારમાં 216 કોલ મળ્યાં ફાયર વિભાગ દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીની ધનતેરસથી લઈને દિવાળીની રાત સુધીની રજાઓ રદ્દ કરવામાં આવી હતી. ફાયરના 180 જવાનો છેલ્લા 3 દિવસથી 24 કલાક સતત ખડેપગે રહ્યા હતા. છેલ્લા 3 દિવસમાં કુલ 216 કોલ ફાયર વિભાગના ચોપડે નોંધાયા હતા. જોકે, દરેક સ્થળે ફાયરની ટીમો ગણતરીની મિનિટોમાં પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જેને પગલે એકપણ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    2 કલાકમાં 70થી વધારે કોલ:દિવાળીની રાત્રે 126 જગ્યા પર આગ લાગી, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં
    Next Article
    Drishyam Actor Ishita Dutta Urges People To Avoid Bursting Firecrackers On Diwali

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment