Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળદર પાકે તે પહેલાં જ હજારી ગોટાની આવક શરૂ:દડીયાના ખેડૂતનો નવતર પ્રયોગ, 5 વીઘામાં હળદર તુવેર-ગલગોટાનું વાવેતર, એક સાથે મળશે ત્રણ પાક

    19 hours ago

    જામનગર તાલુકાના દડીયા ગામના એક જાગૃત ખેડૂતે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે. ખેતીને વધુ નફાકારક બનાવવા માટે તેમણે પરંપરાગત પદ્ધતિથી હટીને ''''ડબલ પાક'''' એટલે કે બહુવિધ પાકની ખેતીની નવતર શરૂઆત કરી છે. તેમણે આશરે પાંચ વીઘા જમીનમાં હળદરના મુખ્ય પાકની સાથે તુવેર અને હજારી ગોટા (ગલગોટા)નું આયોજનબદ્ધ વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દડીયા ગામના આ ખેડૂત ભાવેશભાઈ નંદા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, છેલ્લા થોડા વર્ષોથી હળદરનું વાવેતર કરીને તમામ પ્રોસેઝર કરીને હળદરનો પાવડર બનાવીને વેંચાણ કરે છે. જેથી આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન માસમાં જ પોતાની પાંચ વીઘા જમીનમાં હળદરની માતૃગાંઠનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે હળદરનો પાક તૈયાર થતાં લાંબો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે તેમણે હળદરની વચ્ચે તુવેર અને હજારી ગોટાનું પણ વાવેતર કરી દીધું હતું.આ આયોજનની મુખ્ય વિશેષતા એ છે કે હળદરનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થાય તે પહેલાં જ હજારી ગોટાનું વિપુલ ઉત્પાદન મેળવીને બજારમાં વેચાણ કરી લેવામાં આવે છે. ત્યારબાદ હળદરનો પાક તૈયાર થશે અને હળદરની લણણી પૂરી થયા પછી તુવેરનો પાક પણ મેળવવામાં આવશે. આમ, એક જ ખેતરમાંથી તબક્કાવાર રીતે ત્રણ જુદા જુદા પાક મેળવીને ખેડૂતે સમય અને જમીન બંનેનો મહત્તમ ઉપયોગ કર્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી આ ખેતી કરવામાં આવી રહી છે. તેનાથી પાકની ગુણવત્તા ઉત્તમ રહે છે અને ઉત્પાદન ખર્ચમાં પણ મોટો ઘટાડો થાય છે. અવનવા પ્રયોગો અને પૂર્વ આયોજન સાથે કરવામાં આવેલી આ ખેતી અન્ય ખેડૂતો માટે પણ આર્થિક રીતે સક્ષમ બનવાનો નવો માર્ગ ખોલી રહી છે. શાકભાજીથી લઈને મગફળી, ઘઉં સહિતની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે : ખેડુત યુવા ખેડુતે રાસાયણિક ખેતીને તિલાજંલી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તે શાકભાજી ઉપરાંત હળદર, મગફળી, ઘઉં તેમજ મગ-ચણા સહિતના કઠોળનું વાવેતર કરીને ઉત્પાદન મેળવે છે. આ ઉપરાંત ગુલાબનું વાવેતર કરવામાં આવ્યું છે, તે ફુલનું વેંચાણ કરે છે અને ઉનાળામાં તે ગુલાબનું ગુલકંદ બનાવવામાં આવે છે અને તેનું વેંચાણ પણ કરે છે.
    Click here to Read More
    Previous Article
    શાળામાં છાત્રો માટે કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરાઇ:રાજપરામાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી નવી હાઇસ્કુલ તેમજ આંગણવાડી બનાવવામાં આવી
    Next Article
    પવિત્ર બંધન:ભાભી માટે બ્રેસલેટ અને બહેન માટે 3D, બોકસવાળા અને કસ્ટમાઇઝ કવર લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment