Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં UPSC-GPSC માર્ગદર્શન સેમિનાર યોજાયો:કલેક્ટર અને DDOએ યુવાનોને સફળતા માટે પ્રોત્સાહિત કર્યા

    14 hours ago

    મોરબીના એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. યુવાનોને સિવિલ સર્વિસ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે આયોજનનો મુખ્ય હેતુ હતો. આ સેમિનારમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું કે, કોઈ પણ પરીક્ષા નાની કે મોટી હોતી નથી. તેમણે પરીક્ષાના પેપર પેટર્નની સમજ, યોગ્ય શિડ્યુલ, સમયનું આયોજન અને શ્રેષ્ઠ પુસ્તકોની પસંદગીને સફળતા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. કલેક્ટરે વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી નિરાશ થયા વિના સતત પ્રયત્નશીલ રહેવા અને જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન મેળવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સેલ્ફ સ્ટડીને પ્રાથમિકતા આપવા, દૈનિક ન્યૂઝ પેપરનું નિયમિત વાંચન કરવા અને સમયબદ્ધ અભ્યાસ કરવાની બાબત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા અને ડેપ્યુટી કલેક્ટર તેમજ મોરબી શહેર મામલતદાર તુષાર ગોરવાડીયાએ પણ UPSC-GPSCની પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટેની તૈયારી તથા સફળ અભ્યાસ વ્યૂહરચના અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે એલ.ઈ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર.કે. મેવાડાએ આભારવિધિ કરી હતી. આ માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    અખાદ્ય ખોરાક સામે મનપાની ઝુંબેશ યથાવત:રાજકોટમાં ફેમસ ઘોષ બંગાલ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઇનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ સીલ, 1226 કીલો જથ્થાનો નાશ કરી રૂ. 42 હજારનો દંડ વસુલાયો
    Next Article
    વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આરોપી પાસેથી મોબાઈલ મળ્યો:કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્નીએ હાથના બાવડામાં સંતાડેલો મોબાઇલ જપ્ત, ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment