Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા સેન્ટ્રલ જેલમાંથી આરોપી પાસેથી મોબાઈલ મળ્યો:કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્નીએ હાથના બાવડામાં સંતાડેલો મોબાઇલ જપ્ત, ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ

    16 hours ago

    વડોદરા સેન્ટ્રલ જેલમાં ઝડતી દરમિયાન કાચા કામના કેદી કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્નીના હાથના બાવડામાં સંતાડેલો મોબાઇલ ફોન મળી આવ્યો છે. જેલમાં આ મોબાઇલ કેવી રીતે પહોંચ્યો, તે પણ તપાસનો વિષય છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. 27 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે યાર્ડ નં. 11ની બેરેક નં. 4માં જેલ અધિકારીઓ અને સ્થાનિક ઝડતી સ્ક્વોડ દ્વારા સંયુક્ત તપાસ હાથ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કાચા આરોપી કાસમાલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસન કાદરમિયા સુન્નીની અંગઝડતી કરવામાં આવતા તેના ડાબા હાથના બાવડામાં રબરથી બાંધીને સંતાડેલો ગોલ્ડન કલરનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતી. જેલ સ્ટાફે તાત્કાલિક મોબાઇલ કબજે કર્યો હતો અને જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેલમાં કોણે ફોન પહોંચાડ્યો? પોલીસ અને જેલ તંત્ર એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, પ્રતિબંધિત મોબાઇલ જેલની અંદર કોણે પહોંચાડ્યો, તેનો ઉપયોગ કોની સાથે સંપર્કમાં રહેવા માટે કરતો હતો. રાવપુરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં UPSC-GPSC માર્ગદર્શન સેમિનાર યોજાયો:કલેક્ટર અને DDOએ યુવાનોને સફળતા માટે પ્રોત્સાહિત કર્યા
    Next Article
    Final Air India Crash Report Due In October, Probe Body Tells Supreme Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment