Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખાદ્ય ખોરાક સામે મનપાની ઝુંબેશ યથાવત:રાજકોટમાં ફેમસ ઘોષ બંગાલ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઇનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ સીલ, 1226 કીલો જથ્થાનો નાશ કરી રૂ. 42 હજારનો દંડ વસુલાયો

    12 घंटे पहले

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફૂડ વિભાગની ટીમે કુલ 53 પેઢી અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરી હતી, જેમાંથી ગંભીર ગંદકી અને વાસી અખાદ્ય જથ્થો મળી આવતા પ્રખ્યાત ઘોષ બંગાલ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઇનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ પંજાબી નામની 04 પેઢીઓને સ્થળ પર જ સીલ કરી છે. આ સમગ્ર ચેકિંગ ઝુંબેશ દરમિયાન કુલ મળીને 1226 કિલો અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સ્ટોરેજ, લાયસન્સ અને અનહાઇજેનિક પરિસ્થિતિ બાબતે 25 પેઢીઓને નોટિસ આપીને કુલ રૂ. 42,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. સીલ કરવામાં આવેલી પેઢીઓની વિગતવાર વાત કરીએ તો પેલેસ રોડ પર કિશોરસિંહજી સ્કૂલ પાછળ આવેલી "ઘોષ બંગાલ સ્વીટ્સ" માંથી વાસી કાચા સમોસા, ફ્રિજમાં રાખેલી દુર્ગંધયુક્ત મીઠાઈઓ, સમોસા માટેનો વાસી બાંધેલો લોટ તથા વાસી-સડેલા બટેટા અને શાકભાજી મળી કુલ 146 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાનો નાશ કરીને પેઢી પાસેથી રૂ. 5000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો અને હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ આપીને પેઢી સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત મવડી ગામ પાસે આવેલી "વિહાન નમકીન" પેઢીમાં તપાસ કરતા જીવાત તેમજ વાસી, ખુલ્લો અખાદ્ય ફરસાણ અને લોટ મળી કુલ 215 કિલો જથ્થો મળી આવતા તેને નાશ કરી રૂ. 5000 ચાર્જ વસૂલી પેઢી સીલ કરાઈ હતી. આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન સામે આવેલી "નેશનલ ચાઇનીઝ"માં તપાસ કરતા ફ્રીજ, સ્ટોરેજ અને પ્રિપરેશન વિસ્તારમાં પુષ્કળ ગંદકી જોવા મળી હતી. ત્યાંથી વાસી ગ્રેવી, નૂડલ્સ, બાફેલા શાકભાજી અને રાંધેલો અખાદ્ય ખોરાક મળી કુલ 33 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 5000 દંડ વસૂલ કરીને પેઢીને સીલ કરવામાં આવી હતી. સાથે કોઠારીયા રોલેક્સ રોડ પર આવેલી "ઘનશ્યામ ચાઈનીઝ પંજાબી" માંથી સંગ્રહ કરેલો વાસી પ્રિપેર્ડ ફૂડનો 16 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરી રૂ. 5000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને પેઢી સીલ કરાઈ હતી. તપાસ દરમિયાન કસ્તુરબા રોડ પર સ્થિત "SWINSTA ENT PRIVATE LIMITED" નામની ઓનલાઇન ઓર્ડર સ્ટોરેજ પેઢીમાંથી મોટો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. ત્યાં પેકિંગ પર યુઝ બાય ડેટ વગરના શાકભાજી અને ફળો તેમજ એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા લોટ, પેક્ડ દૂધ, ટેટ્રાપેક અને ઈંડાનો સંગ્રહ કરાયેલો હતો. કોલ્ડ રૂમ અને ફ્રિજમાં જીવાત, ગંદકી અને દુર્ગંધયુક્ત અસ્વચ્છ વાતાવરણ હોવાથી સ્થળ પરથી અંદાજિત 800 કિલો અખાદ્ય જથ્થાનો SWM વાહન દ્વારા નાશ કરાયો હતો અને રૂ. 10,000 નો વહીવટી ચાર્જ વસૂલી પેસ્ટ કંટ્રોલ તથા સ્વચ્છતા જાળવવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. અન્ય પેઢીઓમાં રૈયાધાર રોડ પર જયેશભાઈ ચંદુભાઈ વાડોરિયા માંથી 5 કિલો વાસી ફરસાણ નાશ કરી રૂ. 500 દંડ, શ્રીનાથજી ફરસાણ માંથી 4 કિલો વાસી ફરસાણ નાશ કરી રૂ. 500 દંડ તથા પ્રિન્ટેડ પસ્તી અંગે નોટિસ અને યુનિવર્સિટી રોડ પર નારાયણભાઈ ભેળવાળામાંથી 7 કિલો વાસી ચટણીનો નાશ કરી રૂ. 500 દંડ વસૂલ કરાયો હતો. લાયસન્સ અને હાઈજીન અંગે ઋતુરંગ સ્ટોર (રૂ. 1000 દંડ), જલારામ ટ્રેડિંગ (રૂ. 500 દંડ), સંજય જનરલ સ્ટોર્સ, ગોપી સેલ્સ એજન્સી, ઉમિયા સેલ્સ એજન્સી, શ્રી હરિ મિલ્ક જનરલ સ્ટોર, શ્રીનાથજી જનરલ સ્ટોર્સ, શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સ, રાજલક્ષ્મી ઓઇલ ડેપો, રામેશ્વર નાસ્તા ગૃહ, નેપાળી નાસ્તા ગૃહ, પટેલ ગાંઠીયા, શ્રીજી અમુલ પાર્લર, ગોકુલ નમકીન, મોમાઈ ગાંઠિયા જલેબી, જાનકી પ્રોવિઝન સ્ટોર, વિજય નાસ્તા ગૃહ, ખોડીયાર ટી સ્ટોલ, સહિતના એકમો પાસેથી રૂ. 500-500 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ઠાકરધણી રેસ્ટોરન્ટ, રિદ્ધિ સિદ્ધિ સેન્ડવીચ, નવદીપ ડેરી ફાર્મ, ઉમિયાજી ડેરી ફાર્મ, ડાયારામ ફરસાણ, ઉમા પાન, અક્ષર મેડિકલ, બાલાજી માર્કેટિંગ, રાધેશ્યામ ડેરી ફાર્મ, રાજુભાઈ પાણીપુરી, અડારો રેસ્ટોરન્ટ, ભારતવિજય ડેરી અને સત્યવિજય ફરસાણ સહિતની અન્ય 26 પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી. મનપાના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામેની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. જેને લઈ ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય, નુકસાનીનો સર્વે થશે:મનપા-નગરપાલિકાના આંતરિક રસ્તા હવે સીસી રોડમાં ફેરવાશે; ભારે વરસાદ બાદ કેબિનેટના મોટા નિર્ણયો
    Next Article
    મોરબીમાં UPSC-GPSC માર્ગદર્શન સેમિનાર યોજાયો:કલેક્ટર અને DDOએ યુવાનોને સફળતા માટે પ્રોત્સાહિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment