Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય, નુકસાનીનો સર્વે થશે:મનપા-નગરપાલિકાના આંતરિક રસ્તા હવે સીસી રોડમાં ફેરવાશે; ભારે વરસાદ બાદ કેબિનેટના મોટા નિર્ણયો

    20 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદથી અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. આ માટે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે. વરસાદથી થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગે કેબિનેટે શ્રદ્ધાંજલિ પાઠવી: પ્રવક્તા મંત્રી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને થયેલા નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગે કેબિનેટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ‘અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય’ ભારે વરસાદથી અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. આ માટે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે. મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અસરગ્રસ્ત 1,997 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત 1,997 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. વીજ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ અહેવાલ આપી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી પરિસ્થિતિમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓની સુરક્ષા અંગે ખાસ સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને તાત્કાલિક સૂચના આપીને વીજ કર્મચારીઓને જરૂરી સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવીને જ કામગીરી કરાવવા જણાવ્યું હતું. ફીલ્ડમાં કામ કરતા અન્ય કર્મચારીઓની સુરક્ષા માટે પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓના કાયમી નિરાકરણ માટે સીસી રોડનો વ્યાપ વધારાશે ભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે રસ્તાઓ તૂટી જવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ-કોંક્રિટ (સીસી) રોડમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત ગામતળ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા ધરાવતા રસ્તાઓને પણ તબક્કાવાર સીસી રોડમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ સીસી રોડનો વ્યાપ વધારવામાં આવશે. દર મહિને પ્રથમ રવિવારે એક કલાક શ્રમદાનની અપીલ સ્વચ્છતા અંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને મહત્વની અપીલ કરી છે. સ્વચ્છતા જીવનનો અભિન્ન ભાગ બને અને તેના માટે સામૂહિક રીતે સતત પ્રયાસો થાય તે જરૂરી હોવાનું જણાવી મુખ્યમંત્રીએ દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 8થી 9 વાગ્યા સુધી એક કલાક સ્વૈચ્છિક શ્રમદાન કરવાની અપીલ કરી છે. વધુમાં વધુ લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. EWS આવક મર્યાદા અંગે હાલ કોઈ જાહેરાત નહીં EWSની આવક મર્યાદા વધારવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમયાંતરે વિવિધ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવતી હોય છે. કેબિનેટમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે, પરંતુ કોઈ નિર્ણય લેવાય ત્યારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. ખેડૂતોની નુકસાની અંગે જરૂર પડ્યે કાર્યવાહી કરાશે ખેડૂતોને થયેલા નુકસાન, નુકસાનીના સર્વે અને સહાય અંગે ભારતીય કિસાન સંઘના પત્રના સંદર્ભમાં પૂછાયેલા સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જરૂર પડ્યે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. શિક્ષક સહાયક ભરતી અંગે શિક્ષણ વિભાગ અભ્યાસ કરી રહ્યો છે શિક્ષક સહાયકની ભરતી કરવા અંગે મળેલી રજૂઆત અંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારને રજૂઆત મળી છે અને શિક્ષણ મંત્રી આ મુદ્દે અભ્યાસ કરી રહ્યા છે. દરમિયાન, કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં પણ કેબિનેટ તરફથી ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિશ્વ પટલ પર દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓને વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    AAP સાંસદ બલબીર સીચેવાલે સિક્યોરિટી પરત કરી:બલબીરે કહ્યું- મારા કરતાં વધુ લોકોને સુરક્ષાની જરૂર છે; DGP ગૌરવ યાદવને પત્ર લખ્યો
    Next Article
    અખાદ્ય ખોરાક સામે મનપાની ઝુંબેશ યથાવત:રાજકોટમાં ફેમસ ઘોષ બંગાલ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઇનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ સીલ, 1226 કીલો જથ્થાનો નાશ કરી રૂ. 42 હજારનો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment