Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPSC પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાય ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પૂર્ણ:દેશભરના 13 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી, કહ્યું- અણધાર્યા પ્રશ્નો પૂછાવાની પરંપરા ચાલુ રહી

    11 hours ago

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજાયેલી સિવિલ સર્વિસિસ મેઇન્સ 2026ની પરીક્ષા આજે પૂર્ણ થઈ રહી છે. 24 મેના રોજ યોજાયેલી પ્રિલિમનરી પરીક્ષામાં ક્વોલિફાઇ થયેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા યોજવામાં આવી હતી. આજે ઉમેદવારોના પસંદ કરેલા વૈકલ્પિક વિષયના બે પેપર સાથે મુખ્ય પરીક્ષા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે. અમદાવાદ સહિત દેશના 27 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં 13 હજારથી વધુ ઉમેદવારોએ UPSC મુખ્ય પરીક્ષા આપી છે. પેપર-1, 2 એક દિવસમાં બે પરીક્ષા પરીક્ષા લેવાઈ મેઇન્સ પરીક્ષાની શરૂઆત 21 ઓગસ્ટે નિબંધના પેપરથી શરૂ થઈ હતી. ત્યારબાદ 22 ઓગસ્ટે જનરલ સ્ટડીસ-1 અને GS-2, જ્યારે 23 ઓગસ્ટે GS-3 અને GS-4ના પેપર લેવાયા હતા. 29 ઓગસ્ટે ફરજિયાત ભારતીય ભાષા અને અંગ્રેજીનું પેપર લેવામાં આવ્યું હતું. જે બાદ આજે વૈકલ્પિક વિષય પેપર-1 અને પેપર-2ની એટલે કે એક દિવસમાં બે પરીક્ષા લેવામાં આવી છે. અગાઉના કેટલાક પેપરમાં અમુક સવાલો અપેક્ષા કરતાં અઘરા પૂછવામાં આવ્યા હતા, જેના કારણે પરીક્ષાર્થીઓને જવાબ લખવામાં પડકારનો સામનો કરવો પડ્યો હતો. ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે જોકે, મોટાભાગના ઉમેદવારોએ બધા જ પેપરને લઈને સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. આજે વૈકલ્પિક વિષયના બે પેપર પૂર્ણ થયા બાદ ઉમેદવારોને હવે પરિણામની રાહ રહેશે. કેટલાક ઉમેદવારોએ આશા વ્યક્ત કરી હતી કે અગાઉના પેપરમાં સારા પ્રયાસ બાદ તેઓ મેઇન્સની પરીક્ષા ક્વોલિફાઇ કરી શકશે. જો કે હવે મુખ્ય પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને છેલ્લા તબક્કા માટે એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. GS-3ના પેપરમાં મિશન દૃષ્ટિ જેવા સવાલો અઘરા પૂછાયા હતા: હરેશ આહીર ઉમેદવાર હરેશ આહીરે જણાવ્યું હતું કે, દર વખતે અણધાર્યું પેપર પુછાવુ તે પરંપરા ચાલુ જ રહી છે. જેથી દરેક પેપરમાં અમુક અમુક વસ્તુઓ અઘરી પૂછાઈ ગઈ હતી. જો તૈયારીઓ સારી હોય પરીક્ષા સારી રીતે પાસ થઈ જવાય બાકી બીજી વખત તેમાં સુધારો કરીને તૈયારી કરવી પડે છે. દરેક પેપર અમુક અમુક સવાલ અઘરા પૂછાયા હતા. જેમાં GS-3ના પેપરમાં મિશન દૃષ્ટિ જેવા સવાલો અઘરા પૂછી લેવામાં આવ્યા હતા. તેમજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પણ સવાલો પૂછી લેવામાં આવ્યા હતા. આ વખતે મારી પરીક્ષા એટલી બધી સારી ગઈ નથી આવતી વખત સુધારવા માટે પ્રયાસ કરીશું. આ વર્ષે જે પેપર પૂછાયા તે બધા સરળ લાગ્યા: ધ્રુવ પટેલ સુરતથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવાર ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, મારી જે પ્રમાણેની તૈયારી હતી તેના આધારે બધા પેપર સરસ પૂછાયા છે. હું UPSCની પરીક્ષા પહેલી વખત આપી રહ્યો છે. તેમજ મારી મેઇન્સની પરીક્ષા પણ પહેલી છે. જેથી અત્યાર સુધી કઈ અઘરું લાગ્યું નથી. ગયા વર્ષનો ખ્યાલ નથી પરંતુ આ વર્ષે જે પેપર પૂછાયા તે બધા સરળ લાગ્યા છે. જો કે હવે આ એક પેપર આગળનું ભવિષ્ય નક્કી કરવાના છે. ઘણા ઓછા માર્જિન રહ્યા છે મેરીટમાં આવવા માટે જેથી આજનું પેપર સારું પૂછાઈ જાય તો મેરીટમાં આવી શકું.
    Click here to Read More
    Previous Article
    કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી, VIDEO:દેશના ‘A-1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશનનો શરમજનક વીડિયો વાયરલ, મુસાફરોમાં આક્રોશ
    Next Article
    નર્મદા ડેમમાંથી કચ્છ-સૌરાષ્ટ્ર માટે પાણી છોડાશે:જળ પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેરાત કરી, વરસાદની અછત વચ્ચે ખેડૂતોને મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment