Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી, VIDEO:દેશના ‘A-1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશનનો શરમજનક વીડિયો વાયરલ, મુસાફરોમાં આક્રોશ

    11 hours ago

    દેશના ‘A-1’ કેટેગરી ધરાવતા સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજુ ગણતરીના દિવસો પહેલાં જ ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ રેલવે તંત્રએ 4 કેટરિંગ સ્ટોલ સીલ કર્યા હતા, ત્યાં જ હવે એક કેન્ટીનના મશીન અંદર ઉંદર બિન્ધાસ્ત પફ ખાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. કાચના મશીનમાં ઉંદરે પફની મિજબાની માણી વાયરલ વીડિયો મુજબ, સ્ટેશન પર આવેલી કેન્ટીનમાં નાસ્તો રાખવાના મશીન-શોકેસની અંદર એક મોટો ઉંદર ઘૂસી ગયો હતો. આ ઉંદર ત્યાં મુકેલા પફને આરામથી કોતરીને ખાઈ રહ્યો હતો. પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહેલા એક જાગૃત મુસાફરનું ધ્યાન પડતાં તેણે તરત જ મોબાઈલમાં આ સમગ્ર દ્રશ્ય કેદ કરી લીધું હતું. આ વીડિયો વાયરલ થતાં જ રેલવેના ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના દાવાઓની ફરી એકવાર પોલ ખુલી ગઈ છે. 4 સ્ટોલ સીલ કરાયા છતાં સંચાલકો બેફામ થોડા દિવસ પહેલાં જ પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં વાસી ખોરાક અને ગંદકી પકડાતા 4 કેટરિંગ સ્ટોલને સીલ મારી બંધ કરવાનો કડક આદેશ અપાયો હતો. તંત્રની આટલી મોટી કાર્યવાહી છતાં કેન્ટીન સંચાલકોમાં કોઈ ડર રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ ઉંદરોવાળા અને અસ્વચ્છ વાતાવરણમાં નાસ્તો પીરસાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સંચાલકો મુસાફરોના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવા તૈયાર નથી. મુસાફરોના આરોગ્ય સામે ખતરો, લોકોમાં ભારે રોષ સુરત રેલવે સ્ટેશન પરથી દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે અને સ્ટેશન પરથી નાસ્તો-ભોજન ખરીદે છે. ઉંદર જેવો જીવ ખોરાક એંઠો કરતો હોવાનું સામે આવતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર ઔપચારિક દંડ કે નોટિસ આપવાના બદલે આવા બેદરકાર દુકાનદારો અને કેન્ટીન કોન્ટ્રાક્ટરોના લાઈસન્સ કાયમ માટે રદ કરી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બે દિવસમાં લોકોએ સ્વેચ્છાએ 263 હથિયારો જમા કરાવ્યા:22 વિસ્તારોમાંથી છરી, તલવાર સહિતના હથિયારો પોલીસને સોંપ્યા
    Next Article
    UPSC પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાય ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પૂર્ણ:દેશભરના 13 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી, કહ્યું- અણધાર્યા પ્રશ્નો પૂછાવાની પરંપરા ચાલુ રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment