Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમમાંથી કચ્છ-સૌરાષ્ટ્ર માટે પાણી છોડાશે:જળ પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેરાત કરી, વરસાદની અછત વચ્ચે ખેડૂતોને મોટી રાહત

    11 hours ago

    ગુજરાતમાં વરસાદની અછતનો સામનો કરી રહેલા કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આગામી એક-બે દિવસમાં પાણી છોડવામાં આવશે. રાજ્યના જળ પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે જાહેરાત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ ચોમાસાની સિઝનના 85 દિવસ વીતી ગયા હોવા છતાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અપેક્ષા મુજબનો વરસાદ થયો નથી. ખાસ કરીને દ્વારકા, કચ્છ, રાજકોટ અને જામનગર જેવા જિલ્લાઓમાં પાણીની અછતની સ્થિતિ ગંભીર બની છે. રાજકોટ જિલ્લામાં સિઝનની જરૂરિયાતની સરખામણીએ આશરે 70 ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ હોવાનું જણાવાયું છે. મગફળી અને કપાસના પાક પર સંકટ વરસાદની અછત સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં મગફળી અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ વધી છે. ખેડૂતોના મતે, જો વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો મગફળીનો ફાલ નબળો રહી શકે છે. દાણા નાના રહેવાના કારણે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ ન મળવાની પણ ચિંતા છે. માંગરોળના કાર્યક્રમમાં મંત્રીએ કરી જાહેરાત સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં જળ પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની અછત તેમજ સિંચાઈના પાણીની માંગને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંચાઈ સાથે પીવાના પાણી માટે પણ ઉપયોગ નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીનો ઉપયોગ ખેડૂતોને સિંચાઈ માટે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે કરવામાં આવશે. નર્મદાનું પાણી મળવાથી વરસાદની અછત વચ્ચે પાકને બચાવવામાં મદદ મળશે અને અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યામાં પણ રાહત મળવાની આશા છે. વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સરકારનો આ નિર્ણય મહત્વનો બની શકે છે. આગામી દિવસોમાં નર્મદાનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચતા ખેડૂતોને પાક બચાવવામાં મોટી રાહત મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    UPSC પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાય ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પૂર્ણ:દેશભરના 13 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી, કહ્યું- અણધાર્યા પ્રશ્નો પૂછાવાની પરંપરા ચાલુ રહી
    Next Article
    Ahmedabad Breaking News: અમદાવાદમાં 34 સ્કાયલાઇન બિલ્ડિંગોને ગુજરાત સરકારની મંજૂરી |Skyline Building

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment