Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર ખાતે સન્માન સમારોહનું આયોજન:UPSC માં 115મો રેન્ક મેળવી IAS બનનાર યુવાન સહિત 30 ઉમેદવારોનું સન્માન

    11 hours ago

    અખિલ આંજણા કેળવણી મંડળ, ગાંધીનગર સંચાલિત UPSC/GPSC તાલીમ કેન્દ્ર દ્વારા સેક્ટર-7 સ્થિત ચૌધરી કોલેજ કેમ્પસ ખાતે એક ભવ્ય અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંજણા ચૌધરી સમાજમાંથી સીધી ભરતી દ્વારા પ્રથમ IAS બનવાનું બહુમાન મેળવનાર વિપુલ કે. ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલા અન્ય 30 જેટલા તેજસ્વી ઉમેદવારોને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. સંઘર્ષથી સફળતા પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અમીરપુરા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિપુલ ચૌધરીએ પોતાની 5 વર્ષની લાંબી અને કઠિન મજલના અનુભવો વહેંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ 2024માં તેઓ IPS તરીકે પસંદ થયા હતા, પરંતુ તેમનું લક્ષ્ય મક્કમ હતું. સતત પરિશ્રમને પ્રતાપે વર્ષ 2025માં UPSC પરીક્ષામાં સમગ્ર ભારતમાં 115મો રેન્ક મેળવી તેઓ IAS બન્યા છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે, શૈક્ષણિક કે આર્થિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય, પણ જો આત્મવિશ્વાસ અડગ હોય તો લક્ષ્ય ચોક્કસ હાંસલ કરી શકાય છે. મહાનુભાવોની ઉપસ્થિતિ આ સમારોહમાં નિવૃત IAS અધિકારી સી. આર. ખરાસાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જે. એમ. ચૌધરી, ભામાશા હરિભાઈ વી. ચૌધરી, વિશ્વ આંજણાધામના પ્રમુખ એમ. કે. ચૌધરી અને તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. એસ. આર. ચૌધરી સહિત કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીએ વાતાવરણને ઉત્સાહિત બનાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન:બિહારમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો મતદાન કર્યુ નહીં, ફોન પણ બંધ; ક્રોસ વોટિંગનો ડર
    Next Article
    ગેસ મોંઘો થતાં ગરીબ પરિવારો પરંપરાગત ચૂલા તરફ વળ્યાં:કેરોસીન ફરી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment