Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુબીરના મોખામાળ ગામ નજીક જીપ પલટી:11 મુસાફરો ઇજાગ્રસ્ત, 3 ગંભીર ઈજાગ્રસ્તને આહવા રિફર કરાયા

    10 hours ago

    ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોખામાળ ગામ નજીક એક ખાનગી જીપને અકસ્માત નડ્યો હતો, જેમાં 11 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર, સુબીર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને સારવારની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુબીર હાટ બજારમાંથી જામન્યામાળ તરફ જઈ રહેલી ખાનગી જીપ મોખામાળ ફાટક નજીક અકસ્માતગ્રસ્ત બની હતી. આ ઘટનાની જાણ ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવતા તંત્ર સક્રિય બન્યું હતું અને પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર રવાના કરવામાં આવી હતી. જીપમાં અંદાજે 11 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં તમામને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તેમાંથી ત્રણ મુસાફરોને ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક સુબીર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણ મુસાફરોને વધુ સારવાર માટે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તોને પણ જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. સુબીર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ પણ શરૂ કરી છે. ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત અને સુબીર તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પવાર પણ સુબીર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્ત મુસાફરો અને તેમના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમણે ફરજ પરના તબીબો સાથે ચર્ચા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. આ સમગ્ર ઘટનામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને 108 ઇમર્જન્સી સેવાના સંકલિત પ્રયાસોથી ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળી શકી હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત પર તબીબો સતત નજર રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ:9-10 જુલાઈ બે દિવસ પાણી વિતરણ ખોરવાશે, નગરપાલિકાએ કરકસર કરવા અપીલ કરી
    Next Article
    કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન છતાં સુરસાગર તળાવની દશા બિસ્માર:ઓક્સિજનની માત્રા ઘટતા અસંખ્ય માછલીઓના મોત, સ્થાનિકો રોષે ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment