Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન સિંદૂર બાદ ડ્રોન વૉરની તૈયારી તેજ:સેના 9 એન્ટી-ડ્રોન સિસ્ટમ અને 10 લાંબા અંતરના સર્વેલન્સ ડ્રોન ખરીદી રહી છે

    8 hours ago

    ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેના ડ્રોન દ્વારા દેખરેખ સાથે હુમલો કરવાની અને દુશ્મનના ડ્રોનને નષ્ટ કરવાની ક્ષમતા પણ વધારી રહી છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલા ખરીદી પ્રસ્તાવો પરથી જાણવા મળે છે કે સેના ડ્રોન યુદ્ધ સાથે જોડાયેલી સમગ્ર વ્યવસ્થાને મજબૂત બનાવી રહી છે. આમાં દૂર સુધી દેખરેખ રાખવી, લક્ષ્યોની ઓળખ કરવી, એફપીવી ડ્રોનથી હુમલો કરવો અથવા પેલોડ નાખવો, સૈનિકોને ડ્રોનની તાલીમ આપવી અને દુશ્મનના ડ્રોનને શોધીને નષ્ટ કરવાની સ્કિલ અને દુશ્મનના ડ્રોનને નિષ્ક્રિય કરવાનાં સાધનો સામેલ છે. ભાસ્કરે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન સામે આવેલા સેનાના ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન સંબંધિત ખરીદી પ્રસ્તાવોની તપાસ કરી. સેનાએ હાલમાં 9 લો એલ્ટિટ્યૂડ એરિયલ થ્રેટ રિસ્પોન્સ એન્ડ મિટિગેશન સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પહેલાં 10 ઇન્ટિગ્રેટેડ લોંગ રેન્જ સર્વેલન્સ ડ્રોન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર એક તરફ સેના લાંબા અંતર સુધી દેખરેખ રાખી શકે તેવા ડ્રોન ઇચ્છે છે. બીજી તરફ, ઓછી ઊંચાઈએ આવતા હવાઈ જોખમોનો સામનો કરવા માટેની સિસ્ટમો પણ ખરીદી રહી છે. 273 વસ્તુઓની યાદી, ડ્રોન માટે આ જરૂરી સેનાએ ડ્રોન માટે 273 વસ્તુઓની એક યાદી જાહેર કરી છે. તેમાં મોટર, ઇલેક્ટ્રોનિક સ્પીડ કંટ્રોલર, ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલર, કેમેરા અને બેટરી ઉપરાંત રિમોટલી ઓપરેટેડ મલ્ટી-પેલોડ રિલીઝ મિકેનિઝમનો પણ સમાવેશ થાય છે. સર્વેલન્સ ડ્રોનનું કામ તસવીર અથવા વીડિયો મોકલવાનું છે. પેલોડ રિલીઝ મિકેનિઝમ ડ્રોનને કોઈ વસ્તુ નિર્ધારિત સ્થળે છોડવાની ક્ષમતા આપે છે. એકસપર્ટનો અભિપ્રાય- સ્વદેશી ઉત્પાદન અને ઝડપી સમારકામ જરૂરી સંરક્ષણ વિશ્લેષક બ્રિગેડિયર (નિવૃત્ત) શારદેન્દુનું કહેવું છે- ડ્રોન યુદ્ધક્ષમતાનું મૂલ્યાંકન પાકિસ્તાન-ચીનની સરખામણીમાં કરવું જરૂરી છે. ચીન પાસે ડ્રોન ઉત્પાદન, અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમ અને એઆઈ આધારિત ટેક્નોલોજીનો મજબૂત આધાર છે. પાકિસ્તાન ચીની ટેક્નોલોજી અને તુર્કિયેની મદદથી ડ્રોન ક્ષમતા વધારી રહ્યું છે. ભારત સામે પડકાર માત્ર ડ્રોન મેળવવાનો નથી, પરંતુ સરહદ પર દેખરેખ, ચોક્કસ જવાબી કાર્યવાહી અને દુશ્મનના ડ્રોન હુમલાઓથી સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે. સેનાના ખરીદી પ્રસ્તાવોમાં આ વ્યાપક વિચારસરણી જોવા મળે છે. ચીનની ક્ષમતાનો સામનો કરવા માટે સ્વદેશી ઉત્પાદન, ઝડપી સમારકામ અને ઓછા ખર્ચે મોટી સંખ્યામાં ડ્રોન બનાવવાની ક્ષમતા પણ જરૂરી છે. -----------------
    Click here to Read More
    Previous Article
    આમિર ખાનના ભાણેજ એક્ટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ:28 ઓક્ટોબર સુધીની મુદત, અમેરિકન નાગરિક છે: જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનમાં જોડાયા હતા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સેટેલાઇટના અભિજ્યોત ગ્રીન્સમાં ચોથા નોરતાની ઉજવણી, રહીશોએ પરંપરાગત ગરબાની રમઝટ માણી, નાસ્તામાં ખસ્તા કચોરી પીરસી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment