Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન છતાં સુરસાગર તળાવની દશા બિસ્માર:ઓક્સિજનની માત્રા ઘટતા અસંખ્ય માછલીઓના મોત, સ્થાનિકો રોષે ભરાયા

    9 hours ago

    સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાં આવેલું અને શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સુરસાગર તળાવ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવ્યું છે. તળાવની જાળવણીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવાના વીડિયો સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલી આ સ્થિતિને પગલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઓક્સિજન પ્લાન્ટ બંધ અને માછલીઓના ટપોટપ મોત સુરસાગર તળાવમાં સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરાયા બાદ તેના બ્યુટીફિકેશન પાછળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો અંધાધૂંધ ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તળાવમાં પાણી શુદ્ધ રાખવા અને માછલીઓ માટે નાખવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે. તંત્રની આ જાળવણીના અભાવે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતા અસંખ્ય માછલીઓ ટપોટપ મરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકવાર સુરસાગરમાં માછલીઓના મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે, તેમ છતાં પાલિકાએ કોઈ પાઠ ભણ્યો નથી. કરોડોનો ખર્ચ પણ 'વોક-વે' પાણીમાં ગરકાવ પાલિકા દ્વારા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલો લાખો-કરોડોનો વોક-વે પણ હાલ જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સીઝનના પહેલા સામાન્ય વરસાદમાં જ વોક-વે પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સહેલાણીઓ માટે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, વોક-વેની આસપાસથી કચરો, જંગલી ઘાસ અને કમળ ઉગી નીકળ્યા છે, જે પાલિકાના મેન્ટેનન્સના મોટા-મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ઐતિહાસિક તળાવની આવી દયનીય સ્થિતિ પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. વરસાદની સિઝન હજી શરૂ જ થઈ છે ત્યારે પાલિકા તંત્ર આ મામલે તાત્કાલિક જાગીને યોગ્ય કાળજી લે અને ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી વોક-વેનું સમારકામ કરાવે એવી વડોદરાવાસીઓની ઉગ્ર માંગ છે.
    Click here to Read More
    Previous Article
    સુબીરના મોખામાળ ગામ નજીક જીપ પલટી:11 મુસાફરો ઇજાગ્રસ્ત, 3 ગંભીર ઈજાગ્રસ્તને આહવા રિફર કરાયા
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને બિસ્લેરી વચ્ચે કરાર:કેમ્પસમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ જાગૃતિ માટે 'બોટલ્સ ફોર ચેન્જ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment