Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને બિસ્લેરી વચ્ચે કરાર:કેમ્પસમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ જાગૃતિ માટે 'બોટલ્સ ફોર ચેન્જ'

    7 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના CSR ઇનિશિયેટિવ 'બોટલ્સ ફોર ચેન્જ' અંતર્ગત લેટર ઓફ એસોસિએશન (LOA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટી કેમ્પસમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને રિસાયક્લિંગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી સ્વચ્છ તથા હરિયાળા કેમ્પસનું નિર્માણ કરવાનો છે. આ સત્તાવાર કરાર યુનિવર્સિટી કેમ્પસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયા, કુલસચિવ ડૉ. આર.એન. દેસાઈ, બિસ્લેરી કંપનીના નોર્થ રિજનલ મેનેજર વિદ્યાભૂષણ સિંહ, ગુજરાતના એક્ઝિક્યુટિવ પાર્થ ઓઝા અને યુનિવર્સિટીના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ અને તેના રિસાયક્લિંગના મહત્વ અંગે સમજણ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના સ્વયંસેવકોનો સહયોગ લેવામાં આવશે. NSS સ્વયંસેવકો યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, વિશેષ અભિયાનો અને પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ પ્રવૃત્તિઓ દ્વારા કેમ્પસમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે વ્યાપક જાગૃતિ લાવવા અને પ્લાસ્ટિકના રિસાયક્લિંગની પ્રક્રિયાને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી કેમ્પસને વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન છતાં સુરસાગર તળાવની દશા બિસ્માર:ઓક્સિજનની માત્રા ઘટતા અસંખ્ય માછલીઓના મોત, સ્થાનિકો રોષે ભરાયા
    Next Article
    नेशनल हाईवे की जमीन को लेकर तनातनी, दो पक्ष आमने सामने, पुलिस मौके पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment