Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ મોંઘો થતાં ગરીબ પરિવારો પરંપરાગત ચૂલા તરફ વળ્યાં:કેરોસીન ફરી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી

    11 hours ago

    આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઇંધણના ભાવમાં થયેલા વધારાની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી છે. રાંધણ ગેસ મોંઘો બનતા ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ફરીથી પરંપરાગત ચૂલા તરફ વળવા મજબૂર બન્યા છે. આ પરિવારો દ્વારા ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો કરાયો છે. એક સમયે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ ગરીબ પરિવારોને સબસિડી સાથે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા, જેથી તેઓ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ કરી શકે. જોકે, હાલના ઊંચા ભાવોને કારણે ઘણા પરિવારો માટે ગેસનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. ભરૂચ શહેરના ગેલાની કુવા વિસ્તારમાં ગરીબ પરિવારો હાલમાં લાકડાં વીણીને ચૂલા પર રસોઈ બનાવતા જોવા મળ્યા. સ્થાનિક રહેવાસી શારદાબેને જણાવ્યું કે, પહેલા તેઓ ચૂલા અને કેરોસીન બંનેનો ઉપયોગ કરતા હતા, જેનાથી ઘર ચલાવવું સરળ હતું. પરંતુ ગેસ સિલિન્ડરના વધેલા ભાવોને કારણે મુશ્કેલી વધી છે. લાકડાં પણ મોંઘા હોવાથી તેઓ જંગલ વિસ્તારમાંથી વીણી લાવી તેનો ઉપયોગ કરે છે અને ફરીથી કેરોસીન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. અન્ય એક સ્થાનિક રહેવાસી ભીખા વસાવાએ જણાવ્યું કે, તેમના ઘરે ગેસ સિલિન્ડર પૂરો થઈ ગયો છે અને સમયસર સિલિન્ડર મળતો પણ નથી. આવી પરિસ્થિતિમાં તેમને ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે. તેમણે સરકારને ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ કરાવવા અથવા કેરોસીન પૂરું પાડવા વિનંતી કરી છે. આ મુદ્દે પાલિકાના કોંગ્રેસના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગેસના વધતા ભાવોના કારણે ગરીબ લોકો ફરીથી લાકડાંના ચૂલા તરફ વળી રહ્યા છે. અનેક ઘરોમાં ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયા છે અને લોકો પાસે વિકલ્પ તરીકે લાકડાં જ બાકી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર ખાતે સન્માન સમારોહનું આયોજન:UPSC માં 115મો રેન્ક મેળવી IAS બનનાર યુવાન સહિત 30 ઉમેદવારોનું સન્માન
    Next Article
    વડોદરામાં ટ્રિપલ અકસ્માતમાં પિતા-પુત્ર ઇજાગ્રસ્ત:નશામાં ધૂત રિક્ષાચાલકે રોંગ સાઈડ આવી કાર-બાઈક સાથે અકસ્માત કર્યો, બાઈકનો બુકડો બોલી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment