Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ટ્રિપલ અકસ્માતમાં પિતા-પુત્ર ઇજાગ્રસ્ત:નશામાં ધૂત રિક્ષાચાલકે રોંગ સાઈડ આવી કાર-બાઈક સાથે અકસ્માત કર્યો, બાઈકનો બુકડો બોલી ગયો

    10 hours ago

    વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડીરાત્રે રિક્ષા, કાર અને બાઇક વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈકના કુરચા બોલી ગયા હતા અને પિત-પુત્ર ઇજાગ્રસ્ત થતાં તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગેલ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતા જ કારેલીબાગ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે રિક્ષામાં બેઠેલા બે શખસ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. રિક્ષાચલક રોંગ સાઈડ જતો હતો અને અકસ્માત કર્યો હતો. રિક્ષામાં સવાર બન્ને સામે ગુનો દાખલ પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, રિક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. કારેલીબાગ પોલીસે રિક્ષાચાલક યશ ચૌધરી અને રિક્ષામાં પાછળ બેઠેલા ભાવિન સીરવડકર સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો છે. અકસ્માતમાં મને અને મારા છોકરાને ઇજાઓ થઈઃ ફરિયાદી ઇજાગ્રસ્ત ફરિયાદી મોહસીન અહેમદ મુખ્ત્યાર અહેમદ શેખે જણાવ્યું હતું કે, નાગરવાડા ચાર રસ્તા પાસે, 'મુલ્લા ચાની લારી'ની બરાબર સામે આ બનાવ બન્યો છે. હું મારા છોકરા સાથે બાઇક પર દૂધ લેવા જતો હતો. એક કાર ત્યાં ઉભી હતી અને હું બાજુમાંથી ઓવરટેક કરી રહ્યો હતો. મારી સ્પીડ લગભગ 20-30ની જ હતી, ત્યારે સામેથી એક રિક્ષા રોંગ સાઈડમાં આવી ગઈ અને કાર તથા રિક્ષાની વચ્ચે મારી બાઇક આવી ગઈ હતી. આ અકસ્માતમાં મને અને મારા છોકરાને ઇજાઓ થઈ છે. ‘મને મારી આખી ગાડી રિપેર કરી આપે’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી 100 મીટરથી પણ ઓછા અંતરે જ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવેલું છે. મારી માંગણી છે કે, મને મારી આખી ગાડી રિપેર કરી આપે. મારા છોકરાને બહુ વાગ્યું નથી, પણ હાથમાં ઇજા થઈ હોવાથી અહીં ડ્રેસિંગ કરાવ્યું છે અને ટાંકા આવ્યા છે. અત્યારે એક્સ-રે પણ કરાવ્યો છે, જોઈએ હવે એક્સ-રે રિપોર્ટમાં શું આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ મોંઘો થતાં ગરીબ પરિવારો પરંપરાગત ચૂલા તરફ વળ્યાં:કેરોસીન ફરી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી
    Next Article
    ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર રેમ્બો છરીથી હુમલો:ત્રણ ઘા ઝીંકતા ગંભીર, અઢી માસ પહેલાં ઓનલાઇન ચપ્પુ મંગાવી રાખ્યું'તું, ડાન્સ સમયે પગ વાગતા અદાવત રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment