Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છત્રાલના વેપારીના ખાતામાંથી UPI આઈડીથી રૂ.50 હજારની ઉચાપત:મોબાઈલમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ થયું'ને બાદમાં ઠગે ખેલ પાડ્યો

    6 hours ago

    ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં ગરમ કપડાના વેપારીનો મોબાઈલ હેક કરી સાયબર ઠગોએ બેંક ખાતાના યુપીઆઇ આઇડી મારફતે 50 હજારની રકમ સેરવી લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ થવા લાગ્યું ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના મૂળ રહેવાસી અને હાલ છત્રાલ મહેતા પાર્લર પાસે ઝેકેટના શેડમાં રહેતા સનિલકુમાર દાતારામ ખેમસીંગ રાઠોડનો મોબાઈલ ગત 13 નવેમ્બરના રોજ સાંજના અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારબાદ જાતે જ ચાલુ થઈને સોફ્ટવેર અપડેટ થવા લાગ્યો હતો. પેમેન્ટ કરવા પ્રયાસ કરતા ઇનસફિશિયન્ટ બેલેન્સ બતાવ્યું આ પ્રોસેસ આશરે 40 મિનિટ સુધી ચાલી હતી અને પોણા છ વાગ્યાની આસપાસ ફોન ચાલુ થતાં સામાન્ય સ્થિતિમાં કામ કરતો હતો. ત્યારબાદ સાંજે છ વાગ્યાની આસપાસ તેઓએ ભારત પે નો બારકોડ સ્કેન કરી 100 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવા પ્રયાસ કરતા ખાતામાં ઇનસફિશિયન્ટ બેલેન્સ બતાવ્યું હતું. અજાણ્યા શખ્સે 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા જેથી શંકા જતાં તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કલોલ ઉના શાખામાં આવેલા પોતાના સેવિંગ્સ એકાઉન્ટનું બેલેન્સ ચેક કર્યું હતું. જેમાં તેમના ખાતામાંથી યુપીઆઈ માધ્યમથી કોઈ અજાણ્યા શખ્સે 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના અંગે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મંચ પર ખુરશી અને માઇક ફેંક્યા, VIDEO:કોંગ્રેસ ધારાસભ્યએ CM ધામીની હાજરીમાં જ મંચ પર કરી તોડફોડ કરી, કહ્યું- ડરપોક ધામી... હિમ્મત હોય તો સામે લડો
    Next Article
    લખતરના લાલની પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત:અંડર-19 એશિયા કપના હીરો મોહિત ઉલવાની સંઘર્ષગાથા; 450 મીટર ગ્રાઉન્ડના 25 ચક્કર, રોજના 500 બોલની પ્રેક્ટિસ; અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment