Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખતરના લાલની પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત:અંડર-19 એશિયા કપના હીરો મોહિત ઉલવાની સંઘર્ષગાથા; 450 મીટર ગ્રાઉન્ડના 25 ચક્કર, રોજના 500 બોલની પ્રેક્ટિસ; અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવ્યું

    6 hours ago

    અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવનાર સૌરાષ્ટ્રના યુવા ઓલરાઉન્ડર મોહિત ઉલવાની સફળતાથી તેના વતન લખતર અને ક્રિકેટની કર્મભૂમિ જામનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ઓમાનના મેદાનમાં મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ફટકારેલા અણનમ 49 રને પાકિસ્તાનના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. જામનગરના ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ગદગદ થઈ ઊઠ્યા મોહિતની આ ઐતિહાસિક જીત બાદ રવિન્દ્ર જાડેજાને તાલીમ આપી ચૂકેલા જામનગરના ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ગદગદ થઈ ઊઠ્યા હતા. મોહિતના સંઘર્ષને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, મોહિત 8-9 વર્ષનો હતો ત્યારે જામનગરના ક્રિકેટ બંગલા ખાતે કોચિંગ માટે આવ્યો હતો. તેના પિતા રેલવે પોલીસમાં હોવાથી તેણે અંડર-14 સુધીના 5-6 વર્ષ જામનગરમાં જ પ્રેક્ટિસ કરી. શરૂઆતમાં તે પેસ બોલર નહોતો, પરંતુ તેની બોડી લેંગ્વેજ અને શારીરિક ક્ષમતા જોઈને કોચે તેને પેસ બોલિંગ માટે પ્રેરિત કર્યો હતો. જામનગરની ફળદ્રુપ ભૂમિમાં મોહિતે વધુ એક સુવર્ણ નામ ઉમેર્યું જામનગરના 450 મીટરના ગ્રાઉન્ડના રોજ 25-25 ચક્કર લગાવવા, દોઢ-દોઢ કલાક ફિટનેસ-ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરવી અને રણજીતસાગર સુધી દોડવા જવું—આવો સખત સંઘર્ષ તેણે કર્યો છે. પિતાની બદલી રાજકોટ થતાં વધુ સારી તકો માટે કોચે જ તેને રાજકોટ જવા સમજાવ્યો હતો. આજે પણ મોહિત જ્યારે જામનગર આવે છે ત્યારે અચૂક કોચને પગે લાગી આશીર્વાદ લે છે. જામ રણજી, વિનુ માંકડ અને રવિન્દ્ર જાડેજાની ફળદ્રુપ ભૂમિમાં મોહિતે વધુ એક સુવર્ણ નામ ઉમેર્યું હોવાનું કોચે ગર્વભેર જણાવ્યું હતું. પિતાએ ઘરે જ તૈયાર કરી નેટ્સ, રોજ 500 બોલ ફેંકાવીને પ્રેક્ટિસ કરાવતા મોહિતના પિતા મહેશ ઉલવા રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પુત્રને ક્રિકેટર બનાવવા માટે તેમણે ઘરે જ પ્રેક્ટિસ નેટ્સ તૈયાર કરી હતી. નોકરી સિવાયનો તમામ સમય તેઓ મોહિત પાછળ આપતા અને દરરોજ 500-500 બોલ ફેંકાવીને તેની પાસે સખત બેટિંગ પ્રેક્ટિસ કરાવતા હતા. પિતા-પુત્રની સતત 9 વર્ષની આ અથાગ મહેનત આજે આંતરરાષ્ટ્રીય મંચ પર રંગ લાવી છે. લખતરના ઉલવા પરિવારમાં હર્ષના આંસુ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે રહેતા મોહિતના પરિવાર અને રબારી સમાજમાં હરખની હેલી છે. ખેતીવાડી શાખામાં પટ્ટાવાળા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર મોહિતના દાદા લક્ષ્મણ ઉલવા બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ મોબાઈલમાં પૌત્રનો ફોટો જોઈને તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. ‘દાદા માટે બંગલો બનાવીશ’ દાદી વિજુબેન ઉલવાએ આંખોમાં હર્ષના આંસુ સાથે જણાવ્યું કે, મોહિતને લખતરથી દાદાને મૂકીને રાજકોટ જવું ગમતું નહોતું. તે હંમેશા કહેતો કે દાદા, હું તમારા માટે બંગલો બનાવીશ અને તમારી સાથે જ રહીશ. આજે તેણે અમારા સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે. મોહિતના મોટા મમ્મી હસુબેન ઉલવાએ તેના તોફાની બાળપણને યાદ કરતા કહ્યું કે, સ્વર્ગવાસી જેઠ વિષ્ણુભાઈની ઈચ્છા હતી કે મોહિત કુળને દિપાવે, જે આજે પૂરી થઈ છે. પરિવારના સભ્ય જાહન્વી ઉલવાના જણાવ્યા મુજબ, મોહિત હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર બનવાનું સપનું જુએ છે અને અંતિમ બોલે બાઉન્ડરી પરના ફિલ્ડરને જોઈને તેણે મારેલો વિજયી ચોગ્ગો કુળદેવી ચામુંડમા અને ભગવાન કૃષ્ણના આશીર્વાદનું ફળ છે. ફાઇનલ મેચમાં મોહિતનું યાદગાર પ્રદર્શન લખતરના સામાન્ય પરિવારમાંથી આવતા અને જામનગર તથા રાજકોટના મેદાનો પર ઘડાયેલા મોહિત ઉલવા હવે જલ્દીથી ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વરસી રહી છે.
    Click here to Read More
    Previous Article
    છત્રાલના વેપારીના ખાતામાંથી UPI આઈડીથી રૂ.50 હજારની ઉચાપત:મોબાઈલમાં ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ થયું'ને બાદમાં ઠગે ખેલ પાડ્યો
    Next Article
    એકતાનગરના ગોરા ઘાટની નર્મદા આરતી પ્રવાસીઓનું આકર્ષણ બની:રીડેવલપમેન્ટ બાદ નર્મદા નદીની શિલ્પકૃતિઓ સ્થાપિત કરાઈ; દીપમાળા અને વૈદિક મંત્રોચ્ચાર અને નર્મદા-અષ્ટકનો લેસર શો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment