Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગરના ગોરા ઘાટની નર્મદા આરતી પ્રવાસીઓનું આકર્ષણ બની:રીડેવલપમેન્ટ બાદ નર્મદા નદીની શિલ્પકૃતિઓ સ્થાપિત કરાઈ; દીપમાળા અને વૈદિક મંત્રોચ્ચાર અને નર્મદા-અષ્ટકનો લેસર શો

    6 hours ago

    એકતાનગરના ગોરા ઘાટ પર યોજાતી નર્મદા આરતી હાલ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘાટના રીડેવલપમેન્ટ બાદ અહીં નર્મદા નદી સાથે જોડાયેલી શિલ્પકૃતિઓ તૈયાર કરવામાં આવી છે, તેમજ આરતી પછી લેસર શો પણ યોજાય છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા લોકો જોડાય છે. ઘાટ પર ભગવાન શિલ્પકૃતિઓ સ્થાપિત કરાઈ ગોરા ઘાટ પર ભગવાન શિવ અને નર્મદાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, તેમજ પ્રવેશદ્વારથી જ નર્મદા નદીના ધાર્મિક મહત્ત્વ અને ભારતીય પૌરાણિક પરંપરા દર્શાવતી શિલ્પકૃતિઓ જોવા મળે છે. આ શિલ્પો દ્વારા નર્મદા પરિક્રમા, સમુદ્રમંથન અને નર્મદાની ઉત્પત્તિની ગાથા રજૂ કરવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક વારસાની જાણકારી મળે છે. આરતી બાદ પ્રકાશ અને ધ્વનિ સાથે લેસર શો યોજાય છે નર્મદા આરતી દરમિયાન પૂજારીઓ દીપમાળા સાથે વૈદિક મંત્રોચ્ચાર કરીને નર્મદાની પૂજા કરે છે, ત્યારબાદ નર્મદા અષ્ટકનો લેસર શો યોજાય છે, જેમાં પ્રકાશ અને ધ્વનિ સાથે નર્મદા અષ્ટક રજૂ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા અને વડોદરાનાં પ્રવાસી વંદના પાઠક સહિતના લોકોની ઉપસ્થિતિમાં એકતાનગર હવે પ્રવાસન સાથે આધ્યાત્મિક પર્યટનનું કેન્દ્ર બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લખતરના લાલની પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત:અંડર-19 એશિયા કપના હીરો મોહિત ઉલવાની સંઘર્ષગાથા; 450 મીટર ગ્રાઉન્ડના 25 ચક્કર, રોજના 500 બોલની પ્રેક્ટિસ; અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવ્યું
    Next Article
    Portugal Crushed 4-1 By Denmark In First Match After Cristiano Ronaldo's Retirement

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment