Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:પરદેશ પ્રવાસમાં ભારતીય UPI પેમેન્ટ

    2 days ago

    નિતુલ ગજ્જર ભારત ઉપરાંત અન્ય 10 દેશોમાં યુપીઆઈ પેમેન્ટ શક્ય બન્યું છે, જેમાં યુરોપ અને એશિયાના દેશો સામેલ છે. ભારતમાં યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી, પરંતુ વિદેશમાં જો આ સુવિધા વાપરો તો તેમાં ફોરેન એક્સચેન્જ રેટ ભરવાનો થાય છે. વિદેશમાં યુપીઆઈ માટે ભારત સરકારે લોકલ પેમેન્ટ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે. દાખલા તરીકે ભૂતાનમાં ‘રોયલ મની ઓથોરિટી’ના સ્કેનર પર યુપીઆઈ પેમેન્ટ કરી શકાય છે. આ કારણે જે-તે દેશમાં યુપીઆઈ સાથે ભાગીદારી ધરાવતી પેમેન્ટ સેવાઓના સ્કેનર મોજૂદ હશે ત્યાં જ ‘સ્કેન એન્ડ પે’ની સુવિધા મળશે. વર્તમાનમાં યુપીઆઈનો વિકલ્પ આપનારા દેશો નીચે મુજબ છે ભૂતાન: ભારતથી બહાર ક્યુઆર કોડ પેમેન્ટનો વિકલ્પ આપનાર ભૂતાન સૌથી પહેલો દેશ છે. ‘રોયલ મની ઓથોરિટી’ની મદદથી ભારતના પ્રવાસીઓ આ દેશમાં 20 હજારથી વધુ વેપારીઓને યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે, જેમાં પ્રવાસન સ્થળોની ટિકિટ, તમારી ખરીદી, પ્રવાસનું બુકિંગ તેમજ ટ્રેકિંગ સુધીના લગભગ તમામ વ્યવહારો માટે યુપીઆઈનો ઉપયોગ કરી શકાય છે. મોરેશિયસ: રૂપે કાર્ડ સાથે ભાગીદારી થકી મોરેશિયસમાં પણ ફેબ્રુઆરી, 2024થી યુપીઆઈ પેમેન્ટ શક્ય બન્યું છે. આ નવી પેમેન્ટ પ્રણાલી થકી ભારતીય પ્રવાસીઓ સમગ્ર મોરેશિયસમાં ડિજિટલ પેમેન્ટનો આનંદ માણી શકે છે. નેપાળ: ગયા વર્ષે નેપાળના ‘PhonePe’ (ફોનપે) સાથે ભાગીદારી બાદથી આ દેશમાં ભારતના કોઈપણ યુપીઆઈ પેમેન્ટ એપ થકી પૈસા ચૂકવી શકાય છે. અહીં મોટા ભાગના મર્ચન્ટ પેમેન્ટ માટે હાલ આ સુવિધા ઉપલબ્ધ છે અને તેનું વિસ્તરણ ચાલુ છે. સિંગાપોર: સિંગાપોરની સંસ્થા ‘PayNow’ના સહયોગથી છેક 2023થી ભારતના મુસાફરોને આ દેશમાં યુપીઆઈ પેમેન્ટની સુવિધા છે. આ ભાગીદારી થકી ‘PayNow’ના વપરાશકર્તાઓને ભારતના બેંક ખાતાઓમાંથી તાત્કાલિક તેમજ સુરક્ષિત પેમેન્ટ કરી શકાય છે. શ્રીલંકા: ગયા વર્ષે યુપીઆઈ અને ‘લંકા પે’ વચ્ચે પણ ભાગીદારી થઈ હતી, જેના કારણે હવે શ્રીલંકા જતા ભારતીય પ્રવાસીઓ ‘LankaQR’ દ્વારા યુપીઆઈ ચુકવણીનો આનંદ માણી શકે છે. મુસાફરો લંકા પેનો ક્યુઆર કોડ ધરાવતા કોઈપણ શ્રીલંકન વેપારીને ભારતના બેંક એકાઉન્ટમાંથી તરત જ પૈસા ચૂકવી શકશે. યુનાઈટેડ અરબ ઈમિરેટ્સ (UAE): ભારતથી દુબઈ ફરવા તેમજ વ્યવસાય અર્થે જનારો વર્ગ ખૂબ મોટો છે, જેના કારણે જુલાઈ, 2024થી આ દેશમાં પણ ‘નેટવર્ક ઈન્ટરનેશનલ’ના સહયોગથી યુપીઆઈ સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. દુબઈની આ પેમેન્ટ કંપની અહીંના બે લાખ વેપારીઓનું વ્યાપક નેટવર્ક ધરાવે છે, જેનો સીધો લાભ ભારતના મુસાફરોને પણ મળશે. કતર: મધ્યપૂર્વના આ નાનકડા દેશમાં બીજા ક્રમે સૌથી વધુ મુસાફરો ભારતથી આવે છે. માટે NPCI દ્વારા ‘કતર નેશનલ બેંક’ સાથે ભાગીદારી થકી સપ્ટેમ્બર, 2025થી અહીં પણ યુપીઆઈ પેમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. કમ્બોડિયા: જૂન, 2026 સુધીમાં કમ્બોડિયા પણ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારનાર દેશોની સૂચિમાં સામેલ થયો છે. NPCI અને ‘ACLEDA બેંક પ્રાઈવેટ લિમિટેડ’ વચ્ચેની ભાગીદારીને કારણે આ શક્ય બન્યું છે. ફ્રાન્સ: ગયા વર્ષે ફેબ્રુઆરીમાં NPCI ઇન્ટરનેશનલ અને ‘લાયરા’ વચ્ચે ભાગીદારી થયા બાદ ફ્રાન્સ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારતો પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે. હાલમાં જોકે આ સુવિધા માત્ર સત્તાવાર વેબસાઈટ દ્વારા એફિલ ટાવરની ટિકિટ બુક કરવા સુધી મર્યાદિત છે. જો તમે પેરિસ જઈને એફિલ ટાવરની ટિકિટ બારીએથી બુકિંગ કરાવશો તો પણ યુપીઆઈ થકી પેમેન્ટનો વિકલ્પ નથી. જેના કારણે ફ્રાન્સને આ સૂચિમાં મૂકવો યોગ્ય ગણાય કે નહીં તે વિચારવાનો વિષય છે. ગ્રીસ: ચાલુ વર્ષે 30 જૂનના રોજ ગ્રીસ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારતો 10મો દેશ બન્યો છે. ‘યુરોબેંક’ અને NPCIના સહયોગથી શક્ય બનેલ આ સુવિધાને કારણે હવે ભારતથી ગ્રીસ જનારા પ્રવાસીઓ તેમના બેંક ખાતામાંથી સ્થાનિક ક્યુઆર કોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકશે. બસ એ વાતનું ધ્યાન રાખવું કે જે મર્ચન્ટને પેમેન્ટ કરો છો તે યુરોબેંકનો ક્યુઆર કોડ વાપરતા હોય,
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:એક દેશનો લડવૈયો, બીજા દેશનો ચાંચિયો... વાત છે એક દરિયાઈ ડાકુની, જેનો હાહાકાર ભુલાવાનો નથી
    Next Article
    અપડેટ:મીમ્સ: માત્ર મજાક નહીં, નવી પેઢીની નવી ભાષા!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment