Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UPના MLAના સ્વાગતમાં નિયમો નેવે મૂકાયા:ડાર્ક ફિલ્મ વાળી 10થી વધુ લક્ઝરી કારોના કાફલાએ રોડ બાનમાં લીધો, 4 ગાડીઓ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી

    20 hours ago

    એક તરફ સુરત પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સતત કડક ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ કાયદાના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના સ્વાગત માટે સુરત શહેરમાં કોઈ પણ જાતની સત્તાવાર વહીવટી કે પોલીસ મંજૂરી વગર 10થી વધુ બ્લેક કાચ વાળી મોંઘીદાટ લક્ઝરી કારોનો કાફલો રસ્તા પર ઉતારી દેવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ડુમસ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદાનું ભંગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ઉધના-મગદલ્લાથી એરપોર્ટ સુધી સર્જાઈ અરાજકતા મળતી વિગતો મુજબ, ઉત્તર પ્રદેશના ધારાસભ્ય કોઈ ખાનગી કે રાજકીય પ્રવાસે સુરત એરપોર્ટ પર આવી પહોંચવાના હતા. તેમના આગમનને લઈને સુરતમાં રહેતા તેમના સમર્થકો અને કેટલાક સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગતના ભાગરૂપે લક્ઝરી કારોનો એક મોટો કાફલો તૈયાર કરાયો હતો. ધારાસભ્યને લેવા માટે આ કાફલો ઉધના-મગદલ્લા રોડથી નીકળીને સુરત એરપોર્ટ તરફ આગળ વધ્યો હતો. રસ્તા પર કારના કાફલાના કારણે સામાન્ય વાહનચાલકો પરેશાન 10થી વધુ લક્ઝરી ગાડીઓ એકસાથે લાઈનબદ્ધ થઈને અત્યંત રોફભેર પસાર થઈ રહી હતી. આ કાફલાએ ઉધના-મગદલ્લાથી લઈને એરપોર્ટ સુધીના સમગ્ર મુખ્ય માર્ગને જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વીઆઈપી સ્ટાઈલમાં નિકળેલા આ વાહનોના કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય સામાન્ય વાહનચાલકો પણ તકલીફમાં મુકાયા હતા. આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે કાફલામાં સામેલ તમામ લક્ઝરી ગાડીઓના કાચ પર કાળી ફિલ્મ ચડાવેલી હતી. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા અને ગુનાખોરી નિયંત્રણના ભાગરૂપે સુપ્રીમ કોર્ટ અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં, આ કાફલાના આયોજકો અને વાહનચાલકોએ કોઈ પણ ડર વગર કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા. કાળા કાચવાળી 10થી વધુ લક્ઝરી ગાડીઓ જ્યારે હાઈવે અને સિટીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, ત્યારે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન કોઈ જાગૃત નાગરિકે આ આખા ઘટનાક્રમનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. કારના કાચ પર બ્લેક ફિલ્મ લાગી હોય કાર્યવાહી કરવામાં આવી સોશિયલ મીડિયા પર આ નિયમભંગનો વીડિયો વાયુવેગે વાયરલ થતાં જ સુરત પોલીસ કમિશનરેટ અને ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. જાહેર રસ્તા પર આ પ્રકારે કાયદાનો ભંગ ચલાવી લેવાય નહીં તેવા કડક વલણ સાથે ડુમસ પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ડુમસ પોલીસે મામલાની ગંભીરતા સમજીને વાયરલ વીડિયો અને રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ગાડીઓના નંબર ટ્રેસ કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને કાફલામાં સામેલ મુખ્ય 4 લક્ઝરી ગાડીઓને ઓળખી કાઢી તેને કબ્જે કરી લીધી છે. આ સાથે જ પોલીસે તમામ ગાડીઓ પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉખાડી ફેંકી હતી. ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન, પરવાનગી વગર કાફલો કાઢવા અને પ્રતિબંધિત ડાર્ક ફિલ્મ રાખવા બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે આ સપાટો બોલાવીને સુરત પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે, ભલે ગમે તેટલી રાજકીય વગ કે મોટી ઓળખાણ ધરાવતી વ્યક્તિ હોય, કાયદો અને નિયમો બધા માટે સમાન છે. સુરત શહેરની શાંતિ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સાથે ચેડા કરનાર કોઈ પણ તત્વને છોડવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ચેરમેનની સૂચના બાદ તંત્ર જાગ્યું:રિવરફ્રન્ટ પર રવિવારી બજાર સિવાય રોડ પર એક પણ ફેરિયાઓને બેસવા દેવાયા નહી, પોલીસ-દબાણની ગાડીઓ ફરતી રહી
    Next Article
    સુરેન્દ્રનગરમાં દારૂ સામે પોલીસની બે મોટી કાર્યવાહી:₹73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ઝડપાયા; દેશી દારૂ બનાવવાનો જથ્થો પણ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment