Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં દારૂ સામે પોલીસની બે મોટી કાર્યવાહી:₹73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ઝડપાયા; દેશી દારૂ બનાવવાનો જથ્થો પણ ઝડપાયો

    18 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ ઓપરેશનમાં દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો તેમજ વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બંને કાર્યવાહી દરમિયાન મળીને અંદાજે ₹73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોટીલાના સાલખડા ગામે દેશી દારૂના અડ્ડા પર દરોડો પ્રથમ ઘટનામાં LCBએ ચોટીલા તાલુકાના સાલખડા ગામની ખારી વાળી સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 4,000 લીટર આથો (વોશ) અને 15 અખાધ્ય ગોળના ડબા જપ્ત કર્યા હતા. કુલ ₹1,02,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ સાનીયાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં સાલખડા ગામના જેન્તિભાઈ ઉર્ફે જેનો મેરામભાઈ વિરુદ્ધ આણંદપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. કાનપરાના પાટિયા નજીક વિદેશી દારૂ ભરેલ ટ્રક અને ઇનોવા કાર ઝડપાયા બીજી ઘટનામાં લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરાના પાટિયા નજીકથી ટ્રક અને ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે 11,376 બોટલ અને બીયર ટીન સહિત કુલ ₹72.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમાં ₹39.35 લાખનો દારૂ, ₹10 લાખનો ટ્રક, ₹20 લાખની ઇનોવા કાર, પાંચ મોબાઈલ ફોન અને અન્ય સામાનનો સમાવેશ થાય છે. આ કેસમાં અનિલભાઈ બાબભાઈ બોરીયા, રાજુભાઈ કનુભાઈ ભોજક અને દશરથભાઈ મનસુખભાઈ રૂદાતલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટ્રક માલિક સહિત અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચોખાના ભૂસાના કોથળાની આડમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    UPના MLAના સ્વાગતમાં નિયમો નેવે મૂકાયા:ડાર્ક ફિલ્મ વાળી 10થી વધુ લક્ઝરી કારોના કાફલાએ રોડ બાનમાં લીધો, 4 ગાડીઓ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી
    Next Article
    FIFA World Cup 2026: US Restaurants Automatically Adding Service Charge To Bills As Fans Skip Tips

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment