Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ચેરમેનની સૂચના બાદ તંત્ર જાગ્યું:રિવરફ્રન્ટ પર રવિવારી બજાર સિવાય રોડ પર એક પણ ફેરિયાઓને બેસવા દેવાયા નહી, પોલીસ-દબાણની ગાડીઓ ફરતી રહી

    21 hours ago

    શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ વિસ્તારમાં એલિસબ્રિજ પાસે રવિવારી બજાર (ગુજરી બજાર) ભરાય છે. જોકે, ગુજરી બજારના નામે કેટલાક પેરીયાઓ એલિસબ્રિજના રોડ પર થઈને છેક ખમાસા સુધી બેસતા હોય છે ત્યારે રોડ પરના દબાણોને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રવિવારે ગુજરી બજાર પરના દબાણો ન હોવા જોઈએ એવી સૂચના બાદ આજે રવિવારે માત્ર ગુજરી બજારની જગ્યામાં જ ફેરિયાઓ જોવા મળ્યા હતા રોડ ઉપર ક્યાંય પણ ફેરિયાઓનું દબાણ જોવા મળ્યું નહોતું એટલે કે ભાજપના નેતાઓ સૂચના આપે પછી જ અધિકારીઓ કામગીરી કરતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું સ્ટે.કમિટી ચેરમેને કેટલા ફેરીયા રજીસ્ટર્ડ છે નો ઊઠાવ્યો હતો સવાલ શહેરમાં અનેક જગ્યાએ રોડ ઉપર લારીવાળા અને ફેરીયાવાળાઓનું દબાણ સતત વધી રહ્યું છે, જેના કારણે ટ્રાફિકજામ અને રોડ નાનો થઈ જાય છે ત્યારે શહેરમાં રોડ પરના દબાણો દૂર કરવાને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી જેમાં સ્ટે.કમિટી ચેરમેને કેટલા ફેરીયા રજીસ્ટર્ડ થયાં છે એવો સવાલ કરતાં એસ્ટેટ અધિકારીએ 62 હજાર ફેરીયાની નોંધણી થઇ ચૂકી છે અને તેમને હટાવતા નથી એવો જવાબ આપ્યો હતો. આ જવાબ સાંભળી ચેરમેને ગુજરી બજાર બહાર બેસે છે તે ફેરીયાઓની નોંધણી નહિ થઇ હોય તેવી ટિપ્પણ કરતાં આ બધા ફેરીયા-દબાણો હટાવી બતાવો એવો પડકાર ફેંક્યો હતો. એસ્ટેટ વિભાગના દબાણની ગાડીઓ સતત રોડ પર ફરતી રહી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રવિવારે ગુજરી બજારમાં ફેરિયાઓ રોડ ઉપર ન બેસવા જોઈએ એવા પડકારના પગલે મધ્ય ઝોન એસ્ટેટ ખાતાની દબાણ વિભાગની ગાડીઓનો કાફલો આજે રવિવારે પોલીસ બંદોબસ્ત સાથે ખમાસાથી એલિસબ્રિજ થઈને ગુજરી બજાર સુધીના રોડ પર આ તમામ જગ્યાએ કોઇ લારી કે ફેરીયા ઉભા રહેવા દીધા નહોતા. એસ્ટેટ વિભાગના દબાણની ગાડીઓ સતત રોડ પર ફરતી રહી હતી. આ સમગ્ર બાબત પરથી સ્પષ્ટ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ ધારે તો રોડ ઉપરથી તમામ દબાણો દૂર કરી શકે છે અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરી શકે છે. રોડ પર લારી ગલ્લાના દબાણો ઉપાડીને ગોડાઉનમાં જમા કરીએ છીએ એસ્ટેટ વિભાગના અધિકારીઓ તરફથી એવો પણ જવાબ અપાયો હતો કે, રોડ પર લારી ગલ્લાના દબાણો ઉપાડીને ગોડાઉનમાં જમા કરીએ છીએ પરંતુ, હવે આખા ગોડાઉન ભરાઈ ગયા છે કારણ કે કોઈ આર્યો છોડાવતા નથી અને નવી લઈ આવે છે જેથી ક્યાં રાખવા તેની મુશ્કેલી છે. આ મામલે ભાજપનાં સિનિયર કોર્પોરેટરોનુ કહેવુ છે કે, મ્યુનિ.નાં અનેક પ્લોટ ખાલી પડી રહ્યાં છે ત્યાં લારીગલ્લા વગેરે માલસામાન રાખવો જોઇએ.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતને ત્રીજી વિકેટ મળી:દીપ્તિ શર્માએ બેથ મૂનીને પેવેલિયન ભેગી કરી; AUSનો સ્કોર 79/3
    Next Article
    UPના MLAના સ્વાગતમાં નિયમો નેવે મૂકાયા:ડાર્ક ફિલ્મ વાળી 10થી વધુ લક્ઝરી કારોના કાફલાએ રોડ બાનમાં લીધો, 4 ગાડીઓ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment