Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આનંદીબેનની UP જઇને પણ માફી માંગવા તૈયાર':બાંભણિયાએ કહ્યું- પાટીદાર આંદોલનથી CM તરીકે ગુમાવ્યાનો વસવસો; મમ્મીના હૃદયમાં કશું નથી, જલદી મળાવીશ: અનાર પટેલ

    8 hours ago

    2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અલગ અલગ સમાજના રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક નિવેદન સામે આવ્યું છે. રાજકોટ જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ગઈકાલે(16 નવેમ્બર) સમસ્ત પાટીદાર પરિવારનું ભવ્ય સખી સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં દિનેશ બાંભણિયાએ જાહેરમાં કબૂલ્યું કે, પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM તરીકે ગુમાવ્યા તેનો વસવસો છે. તો સામે અનાર પટેલે કહ્યું કે, દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ પણ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી, મમ્મીના હૃદયમાં કશું પણ નથી, બહુ ઝડપથી તમને મળાવીશ. જાહેરમાં કબૂલાત બાદ દિવ્ય ભાસ્કરે દિનેશ બાંભણિયા સાથે વાત કરી હું 10 વર્ષમાં એક જ વખત આનંદીબેનને પાટણના કાર્યક્રમમાં માત્ર થોડો સમય મળ્યો હતો. તે સમયે મેં કહ્યું હતું, બેન તમે મારાથી નારાજ જરૂર હશો ત્યારે તેમને એવુ કહ્યું હતું કે, હું તમારાથી નારાજ નથી. આજે અમને ચોક્કસ રંજ છે માટે અમે અનારબેનને કહ્યું છે કે અમારે માફી માંગવી છે તમે અમને સમય લઇ આપો. આનંદીબેન ગુજરાતમાં આવે ત્યારે અથવા યુપી જઇને પણ અમે માફી માગવા તૈયાર છીએ. જો સમય આપશે તો હું, અલ્પેશ અને વરુણ સહીત જેટલાં આંદોલનકારીઓ અનુકૂળતા હશે એ બધા માફી માંગવા જશું. ‘સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ’ સમારોહમાં બાંભણિયાએ કહ્યું કે, હું ઘણા લાંબા સમયથી એટલે કે 10 વર્ષથી વિચારી રહ્યો હતો અને રોજ એક વાતનો વિચાર આવે કે પાટીદાર આંદોલનથી ઘણું બધું મળ્યું. 10% અનામત, EWS અને યુવાનોને નોકરી મળી પણ અમે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો આજે પણ રંજ છે અને દિલથી એટલું બધું દુઃખ થાય છે કે આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે કે એને દૂર કરવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા. સૌ સમજે છે કે શું કારણ હતું, શું કામ આનંદીબેનને હટાવાયા, પણ આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માગુ છું. મને કોઈ વસ્તુની તકલીફ નથી. ‘અનામતની જોગવાઈ થઈ એના લીધે આજે ઘણા અધિકારીઓ’ ‘દરેક સમાજ પોતાના સમાજની વાત કરતો હોય છે. રાજકીય અસ્તિત્વ, રાજકીય પ્રતિનિધિત્વ એ અલગ-અલગ રીતે ઘણા બધા લેખાજોખા પછી થતું હોય છે. પણ આજે આ સામાજિક મંચથી સમાજના લોકોને એક સંદેશ આપવા માગુ છું, એક વિનંતી કરવા માગું છું કારણ કે અમે જે છેલ્લા 10 વર્ષથી કે આગળના વર્ષોમાં જે ભોગવ્યું છે ને હજી પણ આગળ જતાં જે ભોગવવાનું છે. એનો ભોગ સમાજ ન બને એટલા માટે કંઈ પણ પ્રકારની તકેદારી રાખવા માટે હું આ તકેથી વિનંતી કરું છું. પાટીદાર આંદોલનના સભ્યો અને તમામ લોકોએ સમગ્ર ગુજરાતે ખૂબ જ મહેનત કરી અને ઘણી બધી લાઠીચાર્જ સહીને જે કંઈ આપડી ઉપર વિઘ્નો થયા એમાં 10% અનામતની જોગવાઈ થઈ. આજે એના લીધે ઘણા બધા અધિકારીઓ છે.’ ‘આંદોલન થયું ત્યારે એમ થયું કે હવે મારા સમાજને મારી જરૂર છે’ સમારોહમાં સંબોધન કરતાં અનાર પટેલે કહ્યું કે, જ્યારે આંદોલન ચાલતું હતું, ત્યારે ઘરમાં એ વાતની ચર્ચા ચાલતી હતી કે સમાજને ક્યારે આપણી સેવાની જરૂર પડે તે કહી શકાય નહીં. એ સમયે પોઝિટિવ વાત એ હતી કે, મારા 35 વર્ષના જીવનમાં દરેક સમાજની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે, પરંતુ જ્યારે આંદોલન થયું ત્યારે એમ થયું કે હવે મારા સમાજને મારી જરૂર છે અને તો કદાચ એ તરફ જવું જોઈએ. બસ આ જ વિચાર મનમાં ચાલી રહ્યો હતો તેવામાં જ નરેશભાઈનો ફોન આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું, બેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા એનો સમાજના સૌ લોકોને રંજ છે. પાટીદાર સમાજના દીકરા તરીકે મને પણ રંજ છે. આંદોલન એ આનંદીબેન સામે નહોતું, સમાજની માંગણી અને લાગણી સરકાર સમક્ષ હતી. આંદોલન કરવાથી બેનને હટાવાયા એવુ કહેવામાં આવે છે, પણ ખરેખર ભાજપના આંતરિક વિખવાદના કારણે બેનને હટાવાયા છે. કોઈ આંદોલનકારીને મનમાં એવુ ન હતું કે બેનને મુખ્યમંત્રી પદેથી દૂર કરવા. ‘અમિત શાહ અને બેનને બનતું ન હતું એટલે તેને હટાવાયા’ મનોજ પનારાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત મારાં સાથી મિત્રએ કરી છે. આંદોલનકારીઓની વાત સમાજ હિત માટે હતી અને એનો લાભ સમાજને ચોક્કસ મળ્યો જ છે. આંદોલનમાં અમારી કોઈ માગ ન હતી કે મુખ્યમંત્રી પદેથી બેનને હટાવવામાં આવે. બેનને હટાવાયા એ ભાજપનું ઇન્ટર્નલ પોલિટિક્સ હતું. અમિત શાહ અને બેનને બનતું ન હતું એટલે તેને હટાવાયા છે. જૂથવાદનો પુરાવો એ પણ છે કે નીતિન પટેલના બદલે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. બેનને આંદોલનના કારણે હટાવવાની વાતો પાયા વિહોણી છે. જો આવું જ હતું તો કેશુભાઈ પટેલને ક્યાં આંદોલનના કારણે હટાવાયા એનો જવાબ આપો. કોઈ દુઃખ કે રંજ વ્યક્ત કરવાની કે માફી માંગવાની જરૂર નથી. ‘બેનને ન હટાવવા તે સમયે આંદોલન કરવું જોઈતું હતું’ 'મારે તો સમય આપે તો સવાલ કરવો છે, પાટીદારના 14 દીકરાના હત્યારા કોણ છે એનો ખુલાસો કરો.પાટીદારના 14 દીકરાઓને મારવા ગૃહ વિભાગને હુકમ કોને કર્યો હતો એનો જવાબ કેમ મુખ્યમંત્રીએ ન લીધો એ સમયે તો મુખ્યમંત્રી બેન જ હતા. અને રહી વાત રંજની તો એમ પણ કહીશ કે હવે 10 વર્ષે માફિની વાતો કરે છે અને રંજ છે તો એ સમયે આંદોલન કરવું જોઈતું હતું કે બેનને બદલાવો નહિ બેનને હટાવવામાં ન આવે. આજે આ વાત કદાચ સમય સંજોગોને આધીન કરી હોય તેવું લાગે છે.' 'ભાજપ રહેશે અને પાટીદાર નેતાઓ પતી જશે' SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, હું પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા તમામ આગેવાનોને વારંવાર 11 વર્ષ પહેલા કહેતો હતો. કે તમે ભાજપની નીતિઓનો વિરોધ કરો ભાજપનો વિરોધ કરો પણ પાટીદાર નેતાનો શા માટે વિરોધ કરો છો? ભાજપ તો તમે અત્યારે જુઓ કે ગુજરાતમાં પણ અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. હું એ ટાઈમે એવું કહેતો હતો કે તમે ભાજપની નીતિઓનો વિરોધ કરો પાટીદાર નેતાનો વિરોધ ના કરો ભાજપ રહેશે અને પાટીદાર નેતાઓ પતી જશે. '11 વર્ષે બધાને ખબર પડી કે સાચો કોણ માણસ છે' 'એ વખતે વારંવાર પાટીદાર નેતાઓ ખબર નથી કોઈનું ષડયંત્રનો શિકાર બની ગયા હતા કે આનંદીબેન મુખ્યમંત્રીનો વિરોધ કરતા હતા નીતિનભાઈ, રજનીભાઈ અને વાઘાણીનો વિરોધ કરતા હતા. વારંવાર કહેવા છતાં એ લોકો સમજતા નહોતા અને મને એવો ચીતરતા હતા કે આ ભાજપના માણસ છે. આજે 11 વર્ષે બધાને ખબર પડી કે સાચો કોણ માણસ છે અને પાટીદાર સમાજ માટે ખરેખર કોના હિતમાં લડીએ છીએ? હંમેશા ભાજપની નીતિઓનો વિરોધ હોવો જોઈએ. આજે પણ અમે ભાજપની નીતિઓનો વિરોધ કરીએ છીએ.' 'અત્યારે પણ પાટીદાર CM, પણ આનંદીબેન વહીવટમાં મજબૂત હતા' 'ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે છ વર્ષથી લડી રહ્યા છીએ. એ સમગ્ર દરેક જ્ઞાતિની દીકરીઓ માટેનો પ્રશ્ન છે. યુવા દીકરીઓ અને માતા પિતાનો પ્રશ્ન છે. તો ભાજપની નીતિઓનો વિરોધ હોય. આજે જે ભાજપમાં પાટીદાર સમાજના આગેવાનો હોય. એમનો શું કામ વિરોધ કરવો જોઈએ? એટલે હું આ વાત સાથે સહમત નથી. એ વખતે મારી વાત હતી કે, બેન તો મોટા હૃદયના છે. ઘણા લોકો એવું કહે છે કે, અત્યારે પણ પાટીદાર CM છે. પણ ત્યારે CM આનંદીબેન પટેલ હતા એ વહીવટમાં મજબૂત હતા. એમનાથી અત્યારે તમે બધા કહો છો કે અધિકારીઓનું રાજ ચાલે છે. બેનની અધિકારી ઉપર પણ પક્કડ હતી. અત્યારના સીએમ સાચા સારા માણસ છે બધી વાત સાચી, પણ અધિકારીઓ ઉપરની પક્કડ જે બેન રાખી શકતા હતા એ અત્યારના કોઈ નેતા રાખી શકતા નથી.'
    Click here to Read More
    Previous Article
    ચક્રવાત અકવાન બે દિવસમાં આંધ્રપ્રદેશ પહોંચશે:145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ભારે વરસાદની ચેતવણી; આંધ્રમાં 3 અઠવાડિયામાં ત્રીજું વાવાઝોડું
    Next Article
    પાટણના શ્રેય મોલ પાસે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ:બુકાનીધારી શખસો ધડાકા કરી ફરાર, વિસ્તારને કોર્ડન કરાયો; પોલીસ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment