Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના શ્રેય મોલ પાસે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ:બુકાનીધારી શખસો ધડાકા કરી ફરાર, વિસ્તારને કોર્ડન કરાયો; પોલીસ ઘટનાસ્થળે

    6 hours ago

    પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રોટલીયા હનુમાન મંદિર નજીક આયુષ ટાઉનશીપ પાસેના શ્રેય ફિટનેસ નીચે બુકાનીધારી શખ્સોએ અંદાજે 5 થી 6 રાઉન્ડ ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ પાટણ SP સહિત LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું છે અને બુકાનીધારી હુમલાખોરો કોણ હતા, તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવાની અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    'આનંદીબેનની UP જઇને પણ માફી માંગવા તૈયાર':બાંભણિયાએ કહ્યું- પાટીદાર આંદોલનથી CM તરીકે ગુમાવ્યાનો વસવસો; મમ્મીના હૃદયમાં કશું નથી, જલદી મળાવીશ: અનાર પટેલ
    Next Article
    દિવાળીમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ:વડોદરામાં શહેરના મુખ્ય ચાર રસ્તાઓમાં બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરીને ડ્રીંક એન્ડ ડ્રાઇવના 81 કેસ કર્યા, ફટાકડા જાહેરનામા ભંગના 37 કેસ નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment