Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચક્રવાત અકવાન બે દિવસમાં આંધ્રપ્રદેશ પહોંચશે:145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ભારે વરસાદની ચેતવણી; આંધ્રમાં 3 અઠવાડિયામાં ત્રીજું વાવાઝોડું

    9 hours ago

    બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત અકવાન આજે સાંજ સુધીમાં ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તેના 19 નવેમ્બરની રાત્રે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાવાની શક્યતા છે. IMDએ ચેતવણી આપી છે કે આ દરમિયાન 120થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે 145 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં 21 નવેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ છે. ચક્રવાતી વાવાઝોડાં અર્નબ અને મુરુસુ બાદ અકવાન ત્રણ અઠવાડિયામાં આંધ્ર પ્રદેશને અસર કરનારું ત્રીજું વાવાઝોડું હશે. અગાઉનાં બે વાવાઝોડાંથી આશરે 7 હજાર કરોડ રૂપિયાનો પાક બરબાદ થયો છે. MP-UP અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ધુમ્મસ, બદ્રીનાથમાં નદી કિનારે પાણી ભરાયું પર્વતો પર હિમવર્ષા-વરસાદને કારણે દેશમાં ઠંડી વધવા લાગી છે. અનેક રાજ્યોમાં રાત્રિનું તાપમાન 10°C સુધી પહોંચી ગયું છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિત આઠ રાજ્યોમાં મંગળવારે સવારે ધુમ્મસ છવાયું છે. ચક્રવાતી તોફાન અકવાનની અસરને કારણે આ રાજ્યોમાં 20-21 નવેમ્બરે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરાખંડના બદ્રીનાથમાં હિમવર્ષા બાદ તાપમાન -11°C પર પહોંચી ગયું છે. તેના કારણે નદીકાંઠાનું પાણી થીજી ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન અકવાન મંગળવાર સાંજ સુધીમાં ગંભીર તોફાનમાં ફેરવાઈ શકે છે. તેના 19 નવેમ્બરની રાત્રે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાવાની આશંકા છે. આ દરમિયાન 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMDએ આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં 21 નવેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન અર્નબ અને મુરાસુ બાદ અકવાન ત્રણ અઠવાડિયામાં આંધ્ર પ્રદેશને અસર કરનારું ત્રીજું તોફાન હશે. અગાઉના બે તોફાનોને કારણે લગભગ 7 હજાર કરોડ રૂપિયાનો પાક બરબાદ થયો છે. સેટેલાઇટ નકશામાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    બિસ્કિટ ચોરીની શંકામાં 13 વર્ષના છોકરાની હત્યા:દુકાનદારે પુત્ર સાથે મળીને માર માર્યો, મૃતદેહ દુકાનની પાછળ ફેંક્યો; ઓડિશાની ઘટના
    Next Article
    'આનંદીબેનની UP જઇને પણ માફી માંગવા તૈયાર':બાંભણિયાએ કહ્યું- પાટીદાર આંદોલનથી CM તરીકે ગુમાવ્યાનો વસવસો; મમ્મીના હૃદયમાં કશું નથી, જલદી મળાવીશ: અનાર પટેલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment