Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું:આજે દ. ગુજરાતમાં વરસાદની સંભાવના, UPમાં વાવાઝોડા-વીજળી પડવાથી 5નાં મોત

    1 week ago

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીના જોર વચ્ચે રાજ્યના તાપમાનમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરમાં 41.9°C અને અમદાવાદમાં 41.3°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં શનિવારે સાંજે ભોપાલ સહિત 4 જિલ્લામાં ભારે વરસાદ થયો. ઘણી જગ્યાએ વીજળીના તાર, વૃક્ષો તૂટી પડ્યા. યુપીમાં વાવાઝોડા-વરસાદ દરમિયાન થયેલા અકસ્માતોમાં 5 લોકોના મોત થયા. ચોમાસુ છત્તીસગઢ બોર્ડર પર પહોંચ્યું છે. ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય જોવા મળી રહી છે. ગુજરાતની આસપાસ બે મુખ્ય સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ ગુજરાતમાં જુદા-જુદા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદી પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં 14, 15 અને 16 જૂન સુધી હવામાન સૂકું રહેશે. તે પછી 17, 18, 19 અને 20 જૂન અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવનારા સાત દિવસો માટે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. પવનની દિશા આજે દક્ષિણ-પશ્ચિમ તરફની રહેશે. ગુજરાતની આસપાસ બે મુખ્ય સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આવનારા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પ્રદેશમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 15 જૂન છે. હાલમાં ચોમાસાનો પ્રવાહ થોડો નબળો છે, પરંતુ 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આગળની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી એક સપ્તાહ તાપમાન સ્થિર રહેશે હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની ધારણા છે. પવનની સ્થિતિ જોતાં, હાલમાં રાજ્યના નીચલા સ્તરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટ હોવાને લીધે પવનની ગતિ થોડી વધુ રહેશે, જેમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે અને તે વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ભાવનગર ખાતે 41.9°C નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં પવન કે વાવાઝોડાને લઈને કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે. આગામી સમયમાં અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ચોમાસાની રાષ્ટ્રીય સ્થિતિ ચોમાસું હાલમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ગયું છે અને તે કર્ણાટક, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તથા ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારોને આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 15 જૂન છે, તેથી મહારાષ્ટ્રમાં ચોમાસાની પ્રગતિ થયા બાદ આગામી દિવસોમાં તે ગુજરાતમાં પણ સમયસર પહોંચે તેવી શક્યતા છે. આગામી 7 દિવસની વરસાદી આગાહી 24 કલાકમાં રાજ્યના તાપમાન થયેલો ફેરફાર છેલ્લા 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, જેના કારણે લોકોને આકરી ગરમીમાંથી સામાન્ય રાહત મળી છે. તાપમાનમાં થયેલા ફેરફારની વાત કરીએ તો, 12 જૂનના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.7°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +3°C જેટલું ઊંચું રહ્યું હતું. જોકે, 13 જૂને અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1.4°Cનો ઘટાડો થતાં પારો 41.3°C પર આવ્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં હજુ પણ +1.6°C જેટલો વધુ છે, જ્યારે ત્યાં લઘુત્તમ તાપમાન 29.0°C નોંધાયું હતું. આ જ રીતે ગાંધીનગરમાં મહત્તમ તાપમાનમાં 1.7°Cનો નોંધપાત્ર ઘટાડો (42.5°Cથી ઘટીને 40.8°C) અને લઘુત્તમ તાપમાન 28.4°C નોંધાયું છે. સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તાર સુરેન્દ્રનગરમાં સૌથી મોટો 2.3°Cનો ઘટાડો નોંધાયો છે, જ્યાં મહત્તમ પારો 41.8°Cથી ઘટીને 39.5°C થઈ ગયો છે. મધ્ય ગુજરાતના વડોદરામાં મહત્તમ તાપમાન 1.8°C ગગડીને 38.6°C (લઘુત્તમ 29.4°C) નોંધાયો છે. રાજકોટમાં તાપમાનમાં 0.1°Cનો મામૂલી ઘટાડો થતાં મહત્તમ પારો 40.8°C અને લઘુત્તમ તાપમાન 27.2°C રહ્યું હતું. બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારો અને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોમાં ગરમીના પારામાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં મહત્તમ તાપમાન 0.5°C વધીને 41.9°C (લઘુત્તમ 28.7°C)એ પહોંચી ગયું હતું, જેના કારણે 14 જૂનના રોજ ભાવનગર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતું શહેર બન્યું હતું. આ પણ વાંચો… યુપીમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 5નાં મોત, MP-રાજસ્થાન સહિત 9 રાજ્યમાં પ્રી-મોન્સૂન સક્રિય દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં શનિવારે સાંજે ભોપાલ સહિત 4 જિલ્લામાં ભારે વરસાદ થયો. ઘણી જગ્યાએ વીજળીના તાર, વૃક્ષો તૂટી પડ્યા. યુપીમાં વાવાઝોડા-વરસાદ દરમિયાન થયેલા અકસ્માતોમાં 5 લોકોના મોત થયા. ઉન્નાવ અને ગાઝીપુરમાં વીજળી પડવાથી બે લોકોના જીવ ગયા. જ્યારે, કાસગંજમાં વાવાઝોડાને કારણે મકાનની છત પડી ગઈ. જેમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત થયું. રાજસ્થાનમાં જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં શનિવારે વરસાદ થયો. ચુરુ જિલ્લામાં વાવાઝોડા-વરસાદને કારણે એક મકાનની દીવાલ પડી ગઈ. જેમાં પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા. ગ્રામજનોએ તરત જ રાહત કાર્ય શરૂ કર્યું અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. મોન્સૂનની ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાલ તે છત્તીસગઢની સરહદ પર છે. આગામી 3 દિવસમાં તેના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પહોંચવાની સંભાવના છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા પછી મોન્સૂન 9 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી પાકિસ્તાની સહિત 11 બાળકો નાસી ગયા:એક પરત ફર્યો, 10ની શોધખોળ; CCTV અને રૂમની જાળી તોડી નાખી
    Next Article
    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટનલનો ડ્રોન VIDEO:ટનલમાંથી પસાર થતી વખતે કાન ફાડી નાખતો અવાજ નહીં થાય, દેશમાં પ્રથમ વખત જાપાનની 'ટનલ હૂડ' ટેક્નોલોજીનો ઉપયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment