Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી પાકિસ્તાની સહિત 11 બાળકો નાસી ગયા:એક પરત ફર્યો, 10ની શોધખોળ; CCTV અને રૂમની જાળી તોડી નાખી

    1 week ago

    કાયદાથી સંઘર્ષમાં આવેલા અને રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલા બાળકો પૈકીના 11 બાળકો આજે સવારના સમયે સીસીટીવી અને જાળી તોડીને ભાગી જતા દોડધામ મચી છે. જે બાળકો નાસી છૂટ્યા હતા તેમાં એક પાકિસ્તાની બાળક પણ સામેલ હતો. જો કે, તે પરત આવી ચૂક્યો છે જ્યારે 10 હજી પણ ગુમ હોય પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાના પગલે કલેકટર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઓબ્ઝર્વેશન હોમ પર પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કલેકટરે કહ્યું કે, જે રીતે બાળકો ભાગ્યા છે તેને જોતા લાગી રહ્યું છે પુુરું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. ઓબ્ઝર્વેશન હોમના સીસીટીવી અને મજબૂત જાળી તોડી ભાગ્યા રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલા ઓબ્ઝર્વેશન હોમમાં કાયદાથી સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવામાં આવે છે. અહીં હાલ 54 બાળકોને રાખવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાની બાળકનો પણ સમાવેશ થાય છે. આજે સવારના 9 વાગ્યાના અરસામાં 11 બાળકો ઓબ્ઝર્વેશન હોમના સીસીટીવી અને મજબૂત જાળી તોડીને નાસી છૂટ્યા હતા. જેમાંથી એક પાકિસ્તાની બાળક પરત આવી જતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. જો કે, 10 બાળકો લાપતા હોય તંત્રની દોડધામ વધી છે. કલેકટર, ડીસીપી સહિતના અધિકારીમાં દોડધામ મચી રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, 18 વર્ષથી ઓછી વયના બાળકોને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવતા હોય છે. જેમાંથી 11 બાળકો રૂમની મજબૂત જાળી તોડીને નાસી ગયા છે. જેમાંથી એક બાળક પરત આવી ગયું છે. જ્યારે 10 બાળકોની શોધખોળ પોલીસ અને અન્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ટેકનોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને બાળકોને શોધવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ બાળકો અહીં રજૂ થઈ જાય ત્યારબાદ જુવેનાઈટ જસ્ટીસ બોર્ડ સમક્ષ તેઓને રજૂ કરવામાં આવશે. હાલ અહીં 55 બાળકો છે. જેમાંથી 11 બાળકો ભાગ્યા છે. જેમાંથી પરત આવેલો એક બાળક પાકિસ્તાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકો પુરા પ્લાનિંગ સાથેભાગ્યા છે. ત્રણ રૂમની ઉપરનો એક સીસીટીવી કેમેરો છે તે તોડવામાં આવ્યા છે અને ત્યારબાદ એક બાળક એવું કહ્યું કે મને વાગ્યું છે જેથી વોર્ડન પાટાપિંડી કરતા હોય ત્યારે અન્ય બાળકો જાળી તોડી ભાગી ગયા હતા. જેથી પૂર્વ યોજના બનાવીને જ આ બાળકો ભાગ્યા હોય તેવું સામે આવ્યું છે. ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા કલેકટરે કહ્યું હતું કે, અહીં રાખવામાં આવતા બાળકોને ફરી સમાજની મુખ્યધારામાં લઈ જવાના હોય છે જેથી તેઓની સાથે અહીંનો સ્ટાફ ફ્રેન્ડલી વ્યવહાર કરતો હોય છે. અહીં જે ગાર્ડ હોય છે તે પણ સિવિલ ડ્રેસમાં રહે છે. અહીંની સિક્યુરિટી માટે ત્રણ શિફ્ટમાં બબ્બે ગાર્ડ હોય છે.
    Click here to Read More
    Previous Article
    JEE Advanced 2026: Can you join an IIT if you score below 75% in Class 12?
    Next Article
    ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું:આજે દ. ગુજરાતમાં વરસાદની સંભાવના, UPમાં વાવાઝોડા-વીજળી પડવાથી 5નાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment